સ્પેશ્યલ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM, CM અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પાઠવી શુભેચ્છા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. પહેલી મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યારે આજે બંને રાજ્યોના સ્થાપના દિવસ છે. રાજેનતાઓ અને સેલિબ્રિટી ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને
 
સ્પેશ્યલ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM, CM અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પાઠવી શુભેચ્છા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. પહેલી મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યારે આજે બંને રાજ્યોના સ્થાપના દિવસ છે. રાજેનતાઓ અને સેલિબ્રિટી ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. જોકે અત્યારે આખો દેશ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ કોરોના મુદ્દે પણ સંદેશ આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે આકે ગુજરાત એનએ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. બંને રાજ્યો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ત્યારે કોરોના સામેની લડાઈ આ બંને રાજ્યો જીતી જાય અને રાજ્યના લોકોને સારું સ્વાસ્થ્ય મળે તેવી શુભકામનાઓ.

CM રૂપાણીએ ગુજરાતને લગતી પંક્તિ ટ્વિટ કરીને કહ્યું કે ‘હારી આ સરહદ ને હાર્યા સીમાડા,પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત, હે જીત્યું હંમેશા ગુજરાત.’ આ સિવાય સીએમ રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકોને રસી લેવા માટે અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે ‘આવો, એ જ ગુજરાતને આપણે સૌ ‘કોરોના મુક્ત” અને “રસીયુક્ત”, સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી કોરોના સામેની આ જંગમાં જીતાડીએ.’

દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદારના રૂપમાં સમસ્ત માનવજાતિને શાંતિ અને શક્તિનો સંદેશ આપનાર ગુજરાતના સૌ કર્મશીલ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ગુજરાતવાસી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન સતત આપતા રહેશે.