સ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના મોત થાય છે

અટલ સમાચાર, ડેસ્ક આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઓળખાય છે. ત્યારે આ વર્ષે હાર્ટની સમસ્યા વધારે જોવા મળી છે. કોરોના સંક્રમિત થતા લોકોમાં હાર્ટ, ફેફસાં સહિતની બીમારીનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોનાના દર્દીને હૃદયની બીમારીમાં કે હાર્ટ-અટેક આવવાની સંભાવનામાં પણ વધારો થઈ શકે છે. એવું મનાય છે કે ગુજરાતમાં દર
 
સ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના મોત થાય છે

અટલ સમાચાર, ડેસ્ક

આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઓળખાય છે. ત્યારે આ વર્ષે હાર્ટની સમસ્યા વધારે જોવા મળી છે. કોરોના સંક્રમિત થતા લોકોમાં હાર્ટ, ફેફસાં સહિતની બીમારીનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોનાના દર્દીને હૃદયની બીમારીમાં કે હાર્ટ-અટેક આવવાની સંભાવનામાં પણ વધારો થઈ શકે છે. એવું મનાય છે કે ગુજરાતમાં દર કલાકે અંદાજે ત્રણ વ્યક્તિને હાર્ટ-અટેકનો સામનો કરવો પડે છે. ત્યારે દેશમાં હૃદયરોગના સૌથી વધુ કેસ નોંધાતા હોય એવાં રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ઇમર્જન્સી સેવા 108ના આંકડા અનુસાર, ગુજરાતમાં દર કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા થઈ રહી છે.

ગુજરાતમાં વર્ષ 2019માં અચાનક હાર્ટ-અટેકથી 2594 પુરુષ તેમજ 294 મહિલા એમ કુલ 2888નાં મોત થયાં છે, એટલે કે દરરોજ સરેરાશ 8 વ્યક્તિનાં મૃત્યુ હાર્ટ-અટેકથી થાય છે. NCRB દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર, હાર્ટ-અટેકથી તાત્કાલિક મોતમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 11,286, કેરળમાં 3077 અને ત્રીજા નંબર પર ગુજરાત, જ્યાં 2888નાં મોત થયાં છે.

ડોક્ટરોનું પણ માનવું છે કે કોરોના વાઇરસ ઇન્ફેક્શનથી હૃદયને લગતી સમસ્યાઓ વધારે સામે આવી રહી છે. પરિવારમાં હૃદયની કોઈ બીમારી નહોતી તોપણ તે વ્યક્તિને પણ કાર્ડિયાક અરેસ્ટ થયાના કિસ્સાઓ જોવા મળ્યા છે. આ સંદર્ભે અમદાવાદના કાર્ડિયોવાસ્ક્યુલર કહે છે કે વાઇરસ સંક્રમિત વ્યક્તિ હૃદયની બીમારી કે હૃદયરોગની સમસ્યા સાથે આવે છે, એનું પ્રમાણ પણ વધ્યું છે. કેટલાક કિસ્સાઓમાં કોરોનાથી સાજા થયા બાદ દર્દીની હૃદયસંબંધી લગતી ફરિયાદો સામે આવી છે. કોરોના વાઇરસ ફેફસાં જ નહીં, હૃદયને લગતી બીમારી પણ લાવી શકે છે.

સામાન્ય રીતે જો કોરોના સંક્રમિત દર્દી પર વાઈરસની ગંભીર અસર જોવા મળે તો તેને હૃદયની બીમારીની સમસ્યા થઈ શકે છે. જો વ્યક્તિ યુવાન છે, પણ તે હાઇ બ્લડપ્રેશર કે ડાયાબિટીસની સમસ્યાથી પીડિત હોય તો તેના માટે પણ કોરોનાથી સ્વસ્થ થયા બાદ હૃદયની બીમારી આવે નહીં એની વધુ કાળજી રાખવી પડે છે. વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે એ સમયે તેના શરીરમાં ઓક્સિજન સ્તરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે અને એ બાબત હૃદય-ફેફસાંને નબળાં પાડે એની સંભાવના વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના અગાઉના સમય કરતાં હાલમાં હૃદયરોગના કેસમાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. લોકોમાં વ્યાયામનો અભાવ, ફાસ્ટફૂડ સહિતની સમસ્યાને કારણે રાજ્યમાં હૃદયની બીમારીને લગતી સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઇમર્જન્સી સેવા 108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઓગસ્ટ 2019થી ઓગસ્ટ 2020 સુધી તેમની પાસે હૃદયને લગતી સમસ્યાના 57,907 ફોન આવેલા છે. આમ, ગુજરાતમાં દર કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા થઈ રહી છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન હૃદયરોગની સમસ્યામાં વધારો જોવા મળતો હોય છે.