સ્પેશ્યલ@વડનગર: 17મી સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીર, સોમવારે જાણો ધાર્મિક ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા આજથી પ્રવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવાલયો શિવભક્તોથી ઉભરાયા છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે ભક્તોને ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરવાની સુચના અપાઇ છે. આ તરફ આજે વડનગર સ્થિત 17મીં સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઐતિહાસિક હાટકેશ્વર
 
સ્પેશ્યલ@વડનગર: 17મી સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીર, સોમવારે જાણો ધાર્મિક ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

આજથી પ્રવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવાલયો શિવભક્તોથી ઉભરાયા છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે ભક્તોને ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરવાની સુચના અપાઇ છે. આ તરફ આજે વડનગર સ્થિત 17મીં સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીરમાં દૂર-દૂરથી શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગરમાં આવેલ 17મીં સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીર 2000 વર્ષ જુનુ છે. આજથી પવિત્ર શ્રાવણ માસથી શરૂઆત થતાં જ ભાવિકભક્તો મહાદેવના દર્શને ઉમટી રહ્યા છે. વડનગર શહેરની બહાર આવેલ હાટકેશ્વર મહાદેવ મંદીર 17મીં સદીમાં બનેલું છે.વડનગરના નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ છે. આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર વિશે એવી પણ માન્યતાં છે કે, હાટકેશ્વર મહાદેવનું લિંગ પૃથ્વીના નીચે સુધી જાય છે જે સ્વયંભૂ છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મુર્તિ ભગવાન શિવની છે આ મંદિર નાગ રાજા હરિરાજ નાયક દ્વારા 1402માં બનાવવામાં આવ્યું હતું.

સ્પેશ્યલ@વડનગર: 17મી સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીર, સોમવારે જાણો ધાર્મિક ઇતિહાસ
File Photo

વડનગરનું હાટકેશ્વર મંદીર એક રાષ્ટ્રીય વિરાસત છે જેમાં મંદિરના અંદર અને બહાર કલાત્મક કોતરણી કરવામાં આવી છે. સુંદર શિલ્પ કૌશલ અને પથ્થરોની કોતરણી પ્રાચીન કથાઓનું વર્ણન કરે છે. આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં હાટકેશ્વર મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. લગભગ 2 હજાર વર્ષ જુના આ મંદિરમાં શ્રાવણ મહિનાની પૂજાનું ખાસ મહત્વ છે.

સ્પેશ્યલ@વડનગર: 17મી સદીમાં બનેલું ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદીર, સોમવારે જાણો ધાર્મિક ઇતિહાસ
File Photo