સ્પેશ્યલ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા શું કરવું ?

અટલ સમાચાર,ડેસ્ક ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાએ 13 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ગભરાવાની જગ્યાએ આ રોગ વિશે જાણકારી મેળવીને શું કરવું અને શું ન કરવું તે જાણી લેવું જરૂરી છે. કોરોના વાયરસની હાલ કોઈ દવા નથી પરંતુ તેના અંગેની જાણકારી જ તેનો ઉપચાર છે. આ માટે કોરોના
 
સ્પેશ્યલ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા શું કરવું ?

અટલ સમાચાર,ડેસ્ક

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાએ 13 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ગભરાવાની જગ્યાએ આ રોગ વિશે જાણકારી મેળવીને શું કરવું અને શું ન કરવું તે જાણી લેવું જરૂરી છે. કોરોના વાયરસની હાલ કોઈ દવા નથી પરંતુ તેના અંગેની જાણકારી જ તેનો ઉપચાર છે. આ માટે કોરોના વાયરસ વિશે જાણવું જરૂરી છે. પહેલા તો તેનો ચેપ ન લાગે તે જાણી લેશો તો અડધી સમસ્યા ઉકેલાઈ જશો. અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોનો કોરોના વાયરસ ભોગ લઈ ચૂક્યો છે.

ક્યાં ફેલાયો કોરોના વાયરસ?

કોરોના વાયરસના કેસ ચીનમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો. ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરમાં કોરોના વાયરસ ફેલાયો હતો. થાઈલેન્ડ, સિંગાપોર, જાપાનમાં પણ કોરોના વાયરસના દર્દી મળ્યા હતા. ઈંગ્લેન્ડમાં પણ એક પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.

સ્પેશ્યલ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા શું કરવું ?
File Photo

કોરોના વાયરસ શું છે?

WHO અનુસાર આ એક સી-ફૂડથી જોડાયેલો છે. આ વાયરસ મનુષ્ય અને પશુઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. કોરોના વાયરસ હ્યુમન ટુ હ્યુમન ફેલાઈ શકે છે. સંક્રમિત વ્યક્તિની ખાંસી કે છીંકથી ફેલાઈ શકે છે. હાથ મિલાવવા, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

સ્પેશ્યલ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા શું કરવું ?
File Photo

કોરોના વાયરસના લક્ષણ

  • વ્યક્તિને સૌપ્રથમ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે
  • ગળામાં દુખવું, શરદી, ખાંસી અને તાવ આવે
  • તાવ બાદમાં ન્યૂમોનિયાનું રૂપ લઈ શકે છે
  • ન્યૂમોનિયા કિડની સાથે જોડાયેલી અનેક મુશ્કેલી વધારી શકે
  • કોરોના વાયરસ લાંબા સમય બાદ ઘાતક બની શકે છે
  • ઘાતક બન્યા બાદ કોરોના વાયરસના કારણે મોત થઈ શકે
  • વિશ્વભરમાં કોરોનાના કારણે 30 લોકોના મોત થઈ ચૂક્યા છે

કોરોનાનો ઈલાજ શું છે?

  • કોરોના વાયરસ માટે હજુ સુધી કોઈ રસી માર્કેટમાં ઉપલબ્ધ નહીં.
  • ડૉક્ટર લક્ષણના આધારે અન્ય મેડિસિનનો ઉપયોગ કરી રહ્યા છે.
  • કોરોનાની વેક્સીન શોધવા પર પણ કામ ચાલી રહ્યું છે.

કેવી રીતે બચી શકાય?

  • વાયરસથી બચવા સી-ફૂડથી દૂર રહેવું.
  • સાફ સફાઈ રાખવી જોઈએ.
  • બહારથી આવ્યા બાદ સારી રીતે હાથ ધોવા.
  • હેન્ડ સેનિટાઈઝર હંમેશા પોતાની સાથે રાખવા.
  • બીમાર લોકોની દેખભાળ સમયે તમારી સુરક્ષા પર ધ્યાન રાખો.
  • નાક અને મો પર માસ્ક પહેરીને બહાર નીકળો.