સ્પેશયલ: દર વર્ષે 4 ડિસેમ્બરે કેમ ઈન્ડિયન નેવી ડે મનાવવામાં આવે છે?

અટલ સમાચાર, ડેસ્ક નૌસેના દિવસ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત હાંસલ કરનાર ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીની યાદમાં મનાવવામાં આવે છે. ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ 4 ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી નૌસેનિક હેડક્વાર્ટર પર હુમલો કરી દીધો હતો. આ ઑપરેશનની સફળતાને ધ્યાનમાં રાખતાં 4 ડિસેમ્બરના રોજ દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે. અટલ
 
સ્પેશયલ: દર વર્ષે 4 ડિસેમ્બરે કેમ ઈન્ડિયન નેવી ડે મનાવવામાં આવે છે?

અટલ સમાચાર, ડેસ્ક

નૌસેના દિવસ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત હાંસલ કરનાર ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીની યાદમાં મનાવવામાં આવે છે. ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ 4 ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી નૌસેનિક હેડક્વાર્ટર પર હુમલો કરી દીધો હતો. આ ઑપરેશનની સફળતાને ધ્યાનમાં રાખતાં 4 ડિસેમ્બરના રોજ દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કરાચી હાર્બર ફ્યૂલ સ્ટોરેજના નષ્ટ થઇ જવાથી પાકિસ્તાન નૌસેનાની કમર તૂટી ગઇ હતી. કરાચીના તેલ ટેન્કર્સમાં લાગેલી આગની જ્વાળાઓને 60 કિલોમીટરના અંતરેથી પણ જોઇ શકાતી હતી. કરાચીના તેલ ડિપોમાં લાગેલી આગને સાત દિવસો સુધી ઓલવી શકાઇ નહોતી. નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના જવાનોને યાદ કરવામાં આવે છે. નેવી ડે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતનાં જશ્ન સ્વરૂપે મનાવવામાં આવે છે.

પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરના રોજ આપણા એરસ્પેસ અને બૉર્ડર એરિયામાં હુમલો કર્યો હતો. આ હુમલાએ વર્ષ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’ ચાલવવામાં આવ્યું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાચી સ્થિત મુખ્યાલયને ટાર્ગેટ બનાવીને શરૂ કરવામાં આવ્યું હતું. એક મિસાઈલ બોટ અને બે યુદ્ધ જહાજના એક આક્રમણ કરનાર ગૃપે કરાંચીના તટે જહાજોના ગૃપ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં પહેલીવાર જહાજ પર હુમલો કરનારી એન્ટિ શિપ મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના કેટલાય જહાજ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઑઇલ ટેન્કર પણ નષ્ટ થઇ ગયા.

ભારતીય નૌસેના ભારતીય સેનાનું સામુદ્રિક અંગ છે જેની સ્થાપના વર્ષ 1612માં થઇ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજની સુરક્ષા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીઝ મરિન સ્વરૂપે સેનાનું નિર્માણ કર્યુ હતું. જે બાદમાં રૉયલ ઈન્ડિયન નૌસેના તરીકે ઓળખવામાં આવતી હતી. ભારતની આઝાદી બાદ વર્ષ 1950માં નૌસેનાનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું અને તેને ઈન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું.