સ્પેશ્યલ@શિયાળોઃ ચીકીમાં આ વસ્તું ઉમેરવાથી વધી જશે તેનો સ્વાદ

અટલ સમાચાર, ડેસ્ક શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે, ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. તો તમે પણ હવે આ ખાસ
 
સ્પેશ્યલ@શિયાળોઃ ચીકીમાં આ વસ્તું ઉમેરવાથી વધી જશે તેનો સ્વાદ

અટલ સમાચાર, ડેસ્ક

શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે, ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. તો તમે પણ હવે આ ખાસ રીતે બનાવી લો પરફેક્ટ ચીકી ઘરે જ.

શિયાળામાં બનાવો ખાસ વાનગી
ચીકી બનાવતા રાખો ખાસ ધ્યાન
ઉમેરી લો આ 1 વસ્તુ

ચીકી શિયાળાની ખાસ વાનગી છે. ગોળ, શિંગ અને તલની પ્રકૃતિ ગરમ હોવાથી તેમાંથી શરીરને રક્ષણ મળે છે. સાથે જ તે સ્વાદિષ્ટ હોવાથી ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે છે. હેલ્થ અને ટેસ્ટ બંનેમાં તે બેસ્ટ રહે છે. તો આજથી જ પ્લાન કરી લો આ ખાસ રીતે ચીકી બનાવવાનો અને કરો મજા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શીંગ અને તલની ચીકી

સામગ્રી

-250 ગ્રામ શીંગદાણા કે તલ
-250 ગ્રામ ગોળ
-2 મોટી ચમચી ઘી
રીત

સૌપ્રથમ શીંગદાણા કે તલ શેકીને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ તેમાં ચપટી સાજીના ફૂલ મિક્સ કરો. સહેજ હલાવો. ગોળના પાયાનો કલર બદલાઈ જશે. હવે તેમાં અધકચરા વાટેલા શીંગદાણા કે તલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે શીંગ કે તલની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચીકી.

ટિપ્સ

યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે શેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.

ગોળ જ્યારે બરોબર ઓગળી જાય ત્યારે તેમાં ચણઆની દાળ જેટલા સાજીના ફૂલ મિક્સ કરો. તેનાથી તમારો પાયો ફૂલશે અને તેનો કલર લાઈટ થશે. ચીકી પણ સોફ્ટ બનશે. આ જ રીતે તમે શિંગની જગ્યાએ તલ વાપરી શકો છો અને તલની ચીકી બનાવી શકો છો. તલને યૂઝ કરતાં પહલાં તેને પલાળીને કપડાં પર ઘસીને તેના છોતરાં કાઢી લો. પછી તેને શેકી લો અને પછી તેની ચીકી બનાવો.