સ્પેશ્યલ@ઉ.ગુ.: સૌથી વધુ લાંબા મેળાનો પ્રારંભ, મીનીકુંભમાં ઘાણીઓ વિશેષ

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) ઉત્તરગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં વિશેષ મહત્વ ધરાવતા મીનીકુંભ મેળાનો આજથી પ્રારંભ થયો છે. હારીજના વરાણામાં માં ખોડીયારના સાંનિધ્યમાં યોજાતા મીનીકુંભ મેળામાં લાખો શ્રધ્ધાળુ આવે છે. આ મેળા સૌથી લાંબો ચાલતો હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. મંદીર પરિવાર દ્રારા આખું વર્ષ આવતા ભક્તજનો માટે ભોજન પ્રસાદની મફત સગવડ પુરી પાડવામાં
 
સ્પેશ્યલ@ઉ.ગુ.: સૌથી વધુ લાંબા મેળાનો પ્રારંભ, મીનીકુંભમાં ઘાણીઓ વિશેષ

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

ઉત્તરગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં વિશેષ મહત્વ ધરાવતા મીનીકુંભ મેળાનો આજથી પ્રારંભ થયો છે. હારીજના વરાણામાં માં ખોડીયારના સાંનિધ્યમાં યોજાતા મીનીકુંભ મેળામાં લાખો શ્રધ્ધાળુ આવે છે. આ મેળા સૌથી લાંબો ચાલતો હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. મંદીર પરિવાર દ્રારા આખું વર્ષ આવતા ભક્તજનો માટે ભોજન પ્રસાદની મફત સગવડ પુરી પાડવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે ભરાતા મીનીકુંભ મેળામાં દૂર-દૂરથી લોકો પોતાની માનતા પુરી કરવા આવતા હોય છે. પાટણ જિલ્લાના રણને કાંઠે સમી-હારીજના વઢિયાર વિસ્તારમાં મિનિ કુંભ તરીકે જાણીતા મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. વરાણા ગામે આવેલું ખોડિયાર માતાના મંદિર પાસે કુંભ ભરાય છે. જેમાં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળથી બનાવવામાં આવે છે.

સ્પેશ્યલ@ઉ.ગુ.: સૌથી વધુ લાંબા મેળાનો પ્રારંભ, મીનીકુંભમાં ઘાણીઓ વિશેષ

વરાણાના આ મિનીકુંભ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. સમગ્ર મેળા દરમ્યાન અંદાજીત 5થી 7 લાખ લોકો દર્શનાર્થે આવે છે. સાથે સાથે મંદીર પરિવાર દ્રારા અહીં આખું વર્ષ આવતા ભક્તજનો માટે ભોજન પ્રસાદની મફત સગવડ પુરી પાડવામાં આવે છે. મેળામાં વઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવન જોવા મળે છે. આ મેળામાં તલ-સાકર અને તલ-ગોળની સાંની ચડાવવાની વર્ષા જૂની રસમ પરંપરાગત ચાલી આવે છે.

સ્પેશ્યલ@ઉ.ગુ.: સૌથી વધુ લાંબા મેળાનો પ્રારંભ, મીનીકુંભમાં ઘાણીઓ વિશેષ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના-મોટા 1600 લોકમેળાઓ ભરાય છે. તરણેતર જેવા લોકમેળા વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં અમદાવાદનો વૌઠા, જુનાગઢનો ભવનાથનો મેળો, સુરેન્દ્રનગરનો તરણેતર, ડાકોરનો મેળો, શામળાજી, ગાંધીનગરનો પલ્લી મેળો, પોરબંદરનો માધવરાય, કચ્છનો રવેચી, પાટણનો વરાણા, સોમનાથ, ખેડામાં ફાગવેલ, અંબાજી, ભરૂચનો માધ, ભાવનગરનો ગોપનાથ વગેરે લોકમેળા યોજાય છે.

સ્પેશ્યલ@ઉ.ગુ.: સૌથી વધુ લાંબા મેળાનો પ્રારંભ, મીનીકુંભમાં ઘાણીઓ વિશેષ