સ્પેશ્યલ@ઉ.ગુજરાત: ઉનાળાના પ્રારંભે કોરોના આતંક, ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત

અટલ સમાચાર, મહેસાણા દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક ભરડો લઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ દોડધામ મચી ગઇ છે. રાજ્ય સરકાર સાથે જીલ્લા તંત્ર અને ગ્રામ પંચાયતો આદેશો ઉપર આદેશો કરી રહ્યા છે. જેમાં અત્યંત કાળજી લેવી જરૂરી હોઇ ઠંડાપીણાંના બજાર ઉપર ઠંડુ પાણી ફરી વળ્યુ છે. ઉનાળાના પ્રારંભે જ ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત થઇ જતાં વેપારી
 
સ્પેશ્યલ@ઉ.ગુજરાત: ઉનાળાના પ્રારંભે કોરોના આતંક, ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત

અટલ સમાચાર, મહેસાણા

દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક ભરડો લઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ દોડધામ મચી ગઇ છે. રાજ્ય સરકાર સાથે જીલ્લા તંત્ર અને ગ્રામ પંચાયતો આદેશો ઉપર આદેશો કરી રહ્યા છે. જેમાં અત્યંત કાળજી લેવી જરૂરી હોઇ ઠંડાપીણાંના બજાર ઉપર ઠંડુ પાણી ફરી વળ્યુ છે. ઉનાળાના પ્રારંભે જ ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત થઇ જતાં વેપારી આલમમાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ઠંડાપીણાં કોરોના વાયરસને આમંત્રણ આપતાં હોઇ તંત્ર દ્રારા હાલ પુરતી રોક રાખવા જનતાને જણાવાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ઉ.ગુજરાત: ઉનાળાના પ્રારંભે કોરોના આતંક, ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત
File Photo

ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ પંચાયતો ઠંડાપીણાંના બજાર સામે હરકતમાં આવી છે. કોરોના વાયરસ માટે લેવામાં આવી રહેલા સાવચેતીના પગલાં હેઠળ સૌથી મોટો ટાર્ગેટ ઠંડાપીણાંનુ બજાર બન્યુ છે. હજુ ઉનાળો શરૂ થતાંની સાથે જ વેપારીઓ બજાર કબજે કરવા થનગની રહ્યા હતા ત્યારે કોરોનાએ જાણે આતંકી હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં ઠંડાપીણાંનુ બજાર સિઝનની શરૂઆતમાં જ ધ્વસ્ત થઇ ગયુ છે. જેના પગલે ઉત્પાદકો અને વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

સ્પેશ્યલ@ઉ.ગુજરાત: ઉનાળાના પ્રારંભે કોરોના આતંક, ઠંડાપીણાંનું બજાર ધ્વસ્ત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી 29 માર્ચ પછીની સ્થિતિ સુધારાજનક બનવાની આશા વચ્ચે વેપારીઓ ભયંકર ઉચાટમાં મુકાયા છે. કોરોના એપ્રિલની શરૂઆતમાં જ દૂર થઇ જવાની ઉમ્મિદ રાખી બેઠા ઠંડાપીણાંના વેપારીઓ હાલ પુરતા ઠંડા બની ગયા છે. ઠંડાપીણાંના વેપાર માટે ઉનાળુ સિઝનનો માર્ચ અને એપ્રિલ મહિનો અત્યંત મહત્વનો હોઇ ખરાટાંણે જ કોરોના નામના વાયરસે ગાબડું પાડી દેતાં વેપારી આલમ કફોડી સ્થિતિમાં મુકાઇ ગયો છે.