રમત-ગમતઃ બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. 70 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે શરૂઆતમાં મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને શુભમન ગિલે ધીરજપૂર્વકની રમતનું પ્રદર્શન કરીને ભારતને મેલબોર્ન ટેસ્ટમાં સન્માનજનક જીત અપાવી છે. અજિંક્ય રહાણેને તેની પહેલી ઇનિંગમાં મારેલી અગત્યની
 
રમત-ગમતઃ બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. 70 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે શરૂઆતમાં મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને શુભમન ગિલે ધીરજપૂર્વકની રમતનું પ્રદર્શન કરીને ભારતને મેલબોર્ન ટેસ્ટમાં સન્માનજનક જીત અપાવી છે. અજિંક્ય રહાણેને તેની પહેલી ઇનિંગમાં મારેલી અગત્યની સદીને ધ્યાને લઈ મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હવે ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 ટેસ્ટ જીતી સરસાઈ પર છે. બાકીની બે ટેસ્ટ વધુ રસપ્રદ બની રહેશે.

ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો
– ભારતને અગ્રવાલ બાદ ચેતેશ્વર પૂજારા પણ આઉટ થતાં 19 રન પર બે વિકેટો ગુમાવી દીધી. હાલ શુભમન ગિલ અને કેપ્ટન અજિંક્ય રહાણે ક્રીઝ પર છે.
– મયંક અગ્રવાલ ફરી ફ્લોપ રહ્યો છે. માત્ર 5 રન કરીને આઉટ થતાં ભારતને પહેલો આંચકો લાગ્યો છે.
– અશ્વિને હેજલવુડને બોલ્ડ કરતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ 200 રને ઓલઆઉટ થઈ ગઈ. હવે ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે 70 રનનો ટાર્ગેટ મળ્યો છે.
– સિરાજે નેથન લાયનને પંતના હાથે કેચ આઉટ કરાવીને ભારતને નવમી સફળતા અપાવી. લાયન 9 રન કરી આઉટ થયો.
– સિરાજે 91મી ઓવરમાં ગ્રીનને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. ગ્રીન 45 રન કરી પેવેલિયન પરત ફર્યો.
– 83મી ઓવરમાં બુમરાહે ભારતને ચોથા દિવસની પહેલી સફળતા અપાવી. બુમરાહે બીજી સ્લિપ પર કમિન્સને અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો. કમિન્સે 22 રન કર્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 326 રનનો મોટો સ્કોર ખડકી દીધો. તેના કારણે ભારતને 131 રનની અગત્યની લીડ મળી હતી. ભારતની છેલ્લી પાંચ વિકેટ ઝડપથી ન પડતી તો વધુ મોટી લીડ મળી શકતી હતી.

આર અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની બોલિંગને પગલે ઑસ્ટ્રેલિયાની ટીમે 195 રન બનાવીને ઘૂંટણીયા ટેકવી દીધા છે. ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ (Team Australia) બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ફક્ત 195 રન બનાવી શકી હતી.

ભારત પ્લેઇંગ XI: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા બિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.

ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ XI: જો બર્ન્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મીથ, ટ્રેવિસ હેડ, કમરન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન, વીકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લૉયન.