રમત-ગમતઃ 1998નો વર્લ્ડકપ જીતાડનાર હવે કરે છે ભેંસો ચરાવવાનું કામ

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વમાં ક્રિકેટનો જનૂન તો દરેકને માથે સવાર હોય જ છે. ક્રિકેટ સાથે જોડાયેલી દરેક નવી વાત જાણવા માટે લોકો ઘણાં ઉત્સાહિત હોય છે. પણ ક્રિકેટ સાથે કેટલીક એવી વાતો પણ જોડાયેલી હોય છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. આમાંથી એક છે આ સ્ટાર ક્રિકેટરની સ્ટોરી જે તમને અહીં જાણવા
 
રમત-ગમતઃ 1998નો વર્લ્ડકપ જીતાડનાર હવે કરે છે ભેંસો ચરાવવાનું કામ

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વમાં ક્રિકેટનો જનૂન તો દરેકને માથે સવાર હોય જ છે. ક્રિકેટ સાથે જોડાયેલી દરેક નવી વાત જાણવા માટે લોકો ઘણાં ઉત્સાહિત હોય છે. પણ ક્રિકેટ સાથે કેટલીક એવી વાતો પણ જોડાયેલી હોય છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. આમાંથી એક છે આ સ્ટાર ક્રિકેટરની સ્ટોરી જે તમને અહીં જાણવા મળશે… ભારતના કરોડોની સંખ્યામાં લોકો મેચનો આનંદ માણતાં હોય છે. ત્યારે દરવખતે કોઇક ને કોઇક નવો ચહેરો જોવા મળી જ જાય છે. આ નવા ચહેરાઓએ તેમની બૅટિંગ અથવા તેમની બૉલિંગથી લોકોને પ્રભાવિત કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. ક્રિકેટ એક એવું પ્લેટફૉર્મ છે જ્યાં નવા-નવા ખેલાડીઓને તેમનું હુનર દર્શાવવાની તક મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

પણ જો લોકોને પૂછવામાં આવે કે ક્રિકેટ જગતના ભગવાન કોણ છે તો બધાંને મોઢે માત્ર એક જ જવાબ સાંભળવા મળશે અને તે હશે સચિન તેંડુલકર. જો કે, સચિન સિવાય પણ એવા ઘણાં ક્રિકેટર્સ છે જેમને લોકો પસંદ કરે છે. વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી એવા ઘણાંય ખેલાડીઓ છે જે દર્શકોના પ્રિય છે. તેમ છતાં ઘણાં એવી ખેલાડીઓ પણ છે જે સારું પ્રદર્શન કરવા છતાં આજે વિસ્મૃતિનું જીવન વિતાવી રહ્યા છે. આવા જ એક ખેલાડી એટલે 1998ના વર્લ્ડ કપના સ્ટાર ક્રિકેટર ભાલાજી ડામોર.

રમત-ગમતઃ 1998નો વર્લ્ડકપ જીતાડનાર હવે કરે છે ભેંસો ચરાવવાનું કામ
file photo

1998માં રમાયેલા અંધ વર્લ્ડકપમાં ભાલાજી ડામોર ભારતીય ટીમના સ્ટાર રહ્યા. પણ હવે તેમની સ્થિતિ એવી છે કે તે ભેંસો ચરાવવા માટે લાચાર છે. હા ખરેખર, કદાચ તમે નહીં માનો પણ ભાલાજી ડામોર પોતાનું ગુજરાન ચલાવવા ઢોર ચરાવવાનું કામ કરી રહ્યા છે. હાલ તે ભેંસો ચરાવે છે. ભાલાજી ડામોર ઑલરાઉન્ડર ખેલાડી રહ્યા. અને 1998માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તે ભારતીય ટીમને સેમિફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યા હતા. ભાલાજી એક ગરીબ પરિવારમાંથી આવ્યા હતા અને વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન બાદ, તેમને આશા હતી કે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરંતુ આવું બન્યું નહીં. વર્લ્ડ કપ બાદ 19 વર્ષો વીતી ગયા છે અને 19 વર્ષ પછી પણ ભાલાજીની સ્થિતિ એવીને એવી જ છે. તે આજે પણ આર્થિક કટોકટીમાં જીવી રહ્યા છે. આવા અદ્ભૂત પ્રદર્શન પછી પણ તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી.

રમત-ગમતઃ 1998નો વર્લ્ડકપ જીતાડનાર હવે કરે છે ભેંસો ચરાવવાનું કામ
file photo

ઉલ્લેખનીય છે કે ભાલાજી ગુજરાતના ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેમના નામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. જણાવી દઈએ કે ભાલાજીએ અત્યાર સુધીમાં તેમની 125 મેચોમાં 3125 રન બનાવ્યા છે અને 150 વિકેટ ચટકાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાલાજી સંપૂર્ણપણે અંધ છે અને ભારત માટે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. તેમના સારા પ્રદર્શન પછી તેમને આશા હતી કે સરકાર તેની મદદ કરશે અને તેને નોકરી મળી જશે જેથી તે તેના પરિવારનું ભરણપોષણ કરી શકશે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમને કોઈ મદદ મળી નથી. આજે પણ પરિસ્થિતિ પહેલા જેવી જ છે. સ્પોર્ટ્સ ક્વૉટા અને અપંગ ક્વૉટા પણ તેમને કોઈ કામ ન આવ્યા.