રમત-ગમતઃ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36માં ઓલ આઉટ

અટલ સમાચાર, ડેસ્ક ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલબ ઓવલમાં રમાઈ રહેલ પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે આમને-સામને છે. ત્યારે ભારતીય ટીમ માત્ર 36 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. તો ઓસ્ટ્રેલિયાના જીત માટે માત્ર 90 રનનો લક્ષ્યાંક મળ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ સાથે ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન
 
રમત-ગમતઃ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36માં ઓલ આઉટ

અટલ સમાચાર, ડેસ્ક

ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલબ ઓવલમાં રમાઈ રહેલ પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે આમને-સામને છે. ત્યારે ભારતીય ટીમ માત્ર 36 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. તો ઓસ્ટ્રેલિયાના જીત માટે માત્ર 90 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા છે. ભારતીય ટીમના બેટ્સમેન પર મોટો સ્કોર બનાવવાની જવાબદારી હતી, જેમાં તેઓ સમગ્ર રીતે અસફળ રહ્યાં. ભારત માત્ર 83 રનની લીડ મેળવી શક્યું.

જોકે ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ 26 રન પર આઉટ થઇ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે છે જેમાં આફ્રિકાની ટીમ બે વખત 30 જ રન પર આઉટ થઇ ગઈ હતી.