નિવેદન@:ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચુંટણી વચ્ચે નીતિન પટેલે રાત્રી કર્ફ્યુને લઈ શુ કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઠેર ઠેર કરાઈ રહી છે. એવામાં ગુજરાતના દાહોદમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિતના નેતાઓ હાજર રહ્યાં. જ્યાં 750થી વધુ પોલીસકર્મી પરેડમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. તો બીજી તરફ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં ધ્વજ લહેરાવ્યો હતો. અટલ સમાચાર આપના
 
નિવેદન@:ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચુંટણી વચ્ચે નીતિન પટેલે રાત્રી કર્ફ્યુને લઈ શુ કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઠેર ઠેર કરાઈ રહી છે. એવામાં ગુજરાતના દાહોદમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિતના નેતાઓ હાજર રહ્યાં. જ્યાં 750થી વધુ પોલીસકર્મી પરેડમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. તો બીજી તરફ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં ધ્વજ લહેરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે જેથી જેના ધંધા રોજગાર સાંજના 5 વાગ્યાથી જ શરૂ થતા હોય છે એમના ધંધા ઉપર માઠી અસર જોવા મળી રહી છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થઈ છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્ય મંત્રીએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમને કહ્યુ હતુ કે, રાત્રીકર્ફ્યુ મુદ્દે વિચારણા ચાલી રહી છે. તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે, 4 મહાનગરપાલીકાઓમાં જરૂરિયાત મુજબ છુટછાટ આપવામાં આવશે. જેમાં તબક્કાવાર વિચારણાબાદ રાત્રી કર્ફ્યુ ઉપર નિર્ણય લેવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના રસીકરણની પ્રક્રીયા દરમ્યાન રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર કરાઈ છે. એવામાં રાજ્યમાં લાગુ રાત્રી કર્ફ્યુ ઉપર નિર્ણય લેવાથી જનતા ઉપર સકારાત્મક અસર પડી શકે છે. ચુંટણી સમયે જો રાત્રી કર્યુ લાગુ રહે તો ચુંટણી અભિયાન ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. જેથી રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈ રાત્રી કર્ફ્યુ હટાવી શકે છે.