નિવેદન@અંબાજી: માં અંબાના શરણોમાં મુખ્યમંત્રી, રાજ્યમાં ફરી નહીં આવે લોકડાઉન

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) અંબાજીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્નિ સાથે માં અંબાના શરણોમાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં, સાવચેતીના રૂપમાં અમદાવાદમાં માત્ર એક સપ્તાહ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં તહેવારો બાદ કોરોનાની હાલત કથળી છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે
 
નિવેદન@અંબાજી: માં અંબાના શરણોમાં મુખ્યમંત્રી, રાજ્યમાં ફરી નહીં આવે લોકડાઉન

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

અંબાજીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્નિ સાથે માં અંબાના શરણોમાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં, સાવચેતીના રૂપમાં અમદાવાદમાં માત્ર એક સપ્તાહ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં તહેવારો બાદ કોરોનાની હાલત કથળી છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન, જીવન જરૂરિયાત અને દૂધ અને દવાઓ જેવી ફક્ત આવશ્યક વસ્તુઓ જ ઉપલબ્ધ રહેશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા આની ઘોષણા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્નિ અંજલી રૂપાણી વહેલી સવારે દર્શનાર્થે પહોંચ્યાં હતા. આ દરમ્યાન તેમને મંદીરમાં દર્શન કરી કોરોના દૂર થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી હતી. આ સાથે રાજ્યમાં ફરી લોકડાઉનની ચર્ચા વચ્ચે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં. સાવચેતીના ભાગરૂપે હાલ માત્ર અમદાવાદમાં એક સપ્તાહ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, ગઇકાલે ડો.રાજીવ ગુપ્તાએ આની જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ પગલું કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત કેન્સર અને કિડની હોસ્પિટલમાં કુલ 400 બર્થ આરક્ષિત કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 400 થી વધુ બર્થ પ્રદાન કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગાંધીનગર પાસે આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100 થી વધુ બર્થની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ સમયે, અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલોમાં 900 થી વધુ પલંગ ઉપલબ્ધ કરાયા છે.