નિવેદન@ભરૂચ: કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરી વળતર ચુકવાશે: CM

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડતાં ભરશિયાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. આ તરફ ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને પણ મોટું નુકસાન થયું છે. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે
 
નિવેદન@ભરૂચ: કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરી વળતર ચુકવાશે: CM

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડતાં ભરશિયાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. આ તરફ ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને પણ મોટું નુકસાન થયું છે. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરવામાં આવશે. જેને લઇ ખેડૂતોને વળતર ચૂકવાશે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચના વાલિયામાં પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનનો સર્વે કરવામાં આવશે. જેને લઇ હવે સર્વે બાદ વળતર ચૂકવવામાં આવી શકે છે. નોંધનિય છે કે, ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે એરંડા, કપાસ, ચણા અને જીરા જેવા રવિ સિઝનના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે તમાકુના પાકને નુક્સાન થયું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનનું વળતર ચૂકવવા માટેની માંગ કરી છે. ચોમાસા દરમ્યાન સતત વરસાદથી ખેડૂતોના તલ, મગફળી, કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. આ તરફ શિયાળુ પાકનું વાવેતર કરતાં જ વરસાદ પડતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઘઉં, ચણા સહિતના પાકને મોટા નુકસાનની શક્યતા છે.