નિવેદન@દેશ: UPમાં આતંકીઓની ધરપકડમાં અખિલેશ-માયાવતીને શંકા, સરકારને આકરા સવાલો પુછ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક યુપીમાં અલકાયદાના આતંકીઓની ધરપકડના મુદ્દે રાજનીતિ શરુ થઈ છે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે આતંકી ષડયંત્રનો ખુલાસો અત્યંત ગંભીર છે. યુપી સરકાર પર હુમલો કરતા માયાવતીએ જણાવ્યું કે જો આ કાર્યવાહી પાછળ સચ્ચાઈ હોય તો પોલીસ આટલા દિવસો સુધી બેખબર કેમ રહી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોલીસ અને યુપી એટીએસની
 
નિવેદન@દેશ: UPમાં આતંકીઓની ધરપકડમાં અખિલેશ-માયાવતીને શંકા, સરકારને આકરા સવાલો પુછ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યુપીમાં અલકાયદાના આતંકીઓની ધરપકડના મુદ્દે રાજનીતિ શરુ થઈ છે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે આતંકી ષડયંત્રનો ખુલાસો અત્યંત ગંભીર છે. યુપી સરકાર પર હુમલો કરતા માયાવતીએ જણાવ્યું કે જો આ કાર્યવાહી પાછળ સચ્ચાઈ હોય તો પોલીસ આટલા દિવસો સુધી બેખબર કેમ રહી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોલીસ અને યુપી એટીએસની કાર્યવાહી પર પ્રતક્રિયા આપતા જણાવ્યું કે, તેમને યુપી પોલીસ પર ભરોસો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપે અખિલેશ યાદવને જવાબ આપતા જણાવ્યું કે, લખનઉમાં એટીએસે અલકાયદાના 2 આતંકીઓની ધરપકડ કરીને મોટા આતંકી હુમલાના કાવતરાને ઉઘાડું પાડ્યું છે. આ સફળતા પર ગર્વ કરવાને બદલે પૂર્વ મુખ્યમંત્રી સવાલ ઉઠાવીને યુપી પોલીસનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે અખિલેશ જણાવે કે તેમને માટે દેશની સુરક્ષા મહત્વની છે અથવા તો તુષ્ટિકરણની રાજનીતિ.

નોંધનિય છે કે, તાજેતરમાં યુપીની રાજધાની લખનઉમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને એક પ્રેસર કૂકર બોંબ સાથે 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એટીએસનો દાવો છે કે, અલકાયદાના આતંકીઓ લખનઉ અને યુપીના બીજા વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. ભાજપના ઘણા નેતાઓ તેમના નિશાન પર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. બન્ને આતંકીઓ ઈન્ટરનેટ દ્વારા અલકાયદાના સંપર્કમાં આવ્યાં હતા ઉમર અલ મદની બન્ને આતંકી સાથે સતત સંપર્કમાં હતો. તેના કહેવાથી જ બન્નેએ બોંબ બનાવ્યો હતો. એટીએસે કહ્યું કે, આતંકીઓએ 3000 રૂપિયામાં બોંબ બનાવ્યો હતો.