નિવેદન@દેશ: સર્વદળીય બેઠકમાં PM મોદી બોલ્યાં, ખેડુતો સાથે વાટાઘાટોના પ્રયાસ ચાલુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક બેઠકમાં અલગ-અલગ પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોએ રજુ કરેલ મુદ્દા પર વાટાઘાટો કરી સમાધાન શોધવાનો સતત પ્રયાસ કરી રહી છે. સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓની ડિજિટલ મીટિંગમાં મોદીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી દ્વારા ખેતી બીલ અંગે રજુ કરાયેલ દરખાસ્ત
 
નિવેદન@દેશ: સર્વદળીય બેઠકમાં PM મોદી બોલ્યાં, ખેડુતો સાથે વાટાઘાટોના પ્રયાસ ચાલુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક બેઠકમાં અલગ-અલગ પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોએ રજુ કરેલ મુદ્દા પર વાટાઘાટો કરી સમાધાન શોધવાનો સતત પ્રયાસ કરી રહી છે. સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓની ડિજિટલ મીટિંગમાં મોદીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી દ્વારા ખેતી બીલ અંગે રજુ કરાયેલ દરખાસ્ત હજુ પણ અકબંધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંસદને સુચારૂ રીતે ચલાવવા ચર્ચા કરવાના હેતુસર સરકારે બજેટ સત્ર દરમિયાન આ સર્વપક્ષીય બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓએ જુદા જુદા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. બેઠક બાદ પ્રહલાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદની કાર્યવાહી સુચારૂ રૂપથી ચલાવવા મોટી પાર્ટીઓ પર આધાર રાખે છે. આ બેઠકમાં રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય, શિરોમણી અકાલી દળના નેતા બલવિંદર સિંહ ભુંદડ, શિવસેનાના વિનાયક રાઉત તથા વિપક્ષી પાર્ટીઓના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે. 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ 2021 રજૂ કરવામાં આવશે. માનવામાં આવે છે કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈ બજેટ સત્રમાં હાલાકી થઈ શકે છે.નોંધપાત્ર વાત એ છે કે ગઈકાલે 17 જેટલી વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો, તેથી સરકાર બજેટ સત્રમાં હાલાકી ન સર્જાવવા પ્રયાસ કરી રહી છે.