નિવેદન@ના.મુખ્યમંત્રી: રાજ્યમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી વેક્સીનની ટ્રાયલ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક નાયબ મુખ્યમંત્રીએ આજે અમદાવાદની કીડની હોસ્પિટલની મુલાકાત કરી હતી. જ્યાં ગઇકાલે આવેલ કોરોના વેક્સીનને લઇ તેમણે કહ્યુ હતુ કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર
 
નિવેદન@ના.મુખ્યમંત્રી: રાજ્યમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી વેક્સીનની ટ્રાયલ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

નાયબ મુખ્યમંત્રીએ આજે અમદાવાદની કીડની હોસ્પિટલની મુલાકાત કરી હતી. જ્યાં ગઇકાલે આવેલ કોરોના વેક્સીનને લઇ તેમણે કહ્યુ હતુ કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની કીડની હોસ્પિટલની આજે નીતિન પટેલે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે. હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે.

નિવેદન@ના.મુખ્યમંત્રી: રાજ્યમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી વેક્સીનની ટ્રાયલ કરાશે

નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ એ આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત પણ કોરોનાની વેક્સીન શોધવાની ભૂમિકામાં સામેલ છે. કોરાના સિવાયના દર્દીઓ માટે પણ સરકાર ચિંતિત છે અને તમામની સારવાર ચાલી રહી છે.