નિવેદન@ગુજરાત: મારા કારણે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો: લલિત વસોયા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક કોરોનાથી ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. અનેક નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. કોરોના થયા બાદ જાહેરમા હરતાફરતા નેતાઓની શાન ઠેકાણે આવી રહી છે. આ વાયરસ કેટલો જોખમી છે તે તેમને ખબર પડી રહી છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્યએ કોરોના થયા બાદ પોતાની ભૂલ સ્વીકારી છે. અટલ સમાચાર
 
નિવેદન@ગુજરાત: મારા કારણે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો: લલિત વસોયા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

કોરોનાથી ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. અનેક નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. કોરોના થયા બાદ જાહેરમા હરતાફરતા નેતાઓની શાન ઠેકાણે આવી રહી છે. આ વાયરસ કેટલો જોખમી છે તે તેમને ખબર પડી રહી છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્યએ કોરોના થયા બાદ પોતાની ભૂલ સ્વીકારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને મહાત કર્યો ત્યાર બાદ લલિત વસોયાએ સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપ્યું કે, પોતાના પરિવાર અને સમાજ માટે સાવચેતી રાખો. હું પોતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતો ન હતો. ગૃહ અધ્યક્ષ વારંવાર ટકોર કરે પણ માસ્ક ન પહેર્યુ. બીજી લહેરમાં હું ઝપેટમાં આવ્યો. હવે સમજાણું કે, કોરોના કેવો ભયાનક છે. સાવચેતીથી જ કોરોના થી બચી શકાય છે. મેં ભૂલ કરી અને મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો.

આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યએ સરકારી તંત્રના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારી તંત્ર ખૂબ જ મહેનત કરે છે, રાત્રે જાગીને પણ કોરોનાના દર્દી માટે વ્યવસ્થા માટે લાગી જાય છે. કોરોનાની હોસ્પિટલ માટે જિલ્લા વહીવટી તંત્ર રાત દિવસ કામ કરે છે. સરકારી તંત્ર રાત્રે જાગીને પણ ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરી આપે છે. પોતાના પરિવાર અને સમાજની સુરક્ષા માટે સરકારી સૂચના અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો.