નિવેદન@ગુજરાત: કોલેજ-ધો.12 શરૂ થતાં સંક્રમણ કાબુમાં રહ્યું તો અન્ય શિક્ષણ કાર્ય શરૂ કરાશે: શિક્ષણ મંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કેસો ઘટતાં રાજ્યમાં કોલેજ અને ધો.12નું શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. આ તરફ આજે કેશોદમાં ભાજપની શકિત કેન્દ્રની બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, સંક્રમણ કાબુમાં રહેશે તો રાબેતા મુજબનું શિક્ષણ કાયૅ શરૂ કરવામાં આવશે. આ સાથે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ શાળાઓમાં
 
નિવેદન@ગુજરાત: કોલેજ-ધો.12 શરૂ થતાં સંક્રમણ કાબુમાં રહ્યું તો અન્ય શિક્ષણ કાર્ય શરૂ કરાશે: શિક્ષણ મંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કેસો ઘટતાં રાજ્યમાં કોલેજ અને ધો.12નું શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. આ તરફ આજે કેશોદમાં ભાજપની શકિત કેન્દ્રની બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, સંક્રમણ કાબુમાં રહેશે તો રાબેતા મુજબનું શિક્ષણ કાયૅ શરૂ કરવામાં આવશે. આ સાથે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ શાળાઓમાં વાલીઓને ફી માંથી મુકિત મળી રહેશે ? તેવા પત્રકારોએ પુછેલ સવાલનો જવાબ આપવાનું શિક્ષણ મંત્રીએ ટાળ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાયૅક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય કરી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્થાનિક ભાજપના હોદ્દેદારો ધ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતુ. આ કાયૅક્રમમાં જિલ્લા ના પ્રભારી ધવલભાઈ દવે ધારાસભ્ય દેવભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા , કેશોદ શહેર પ્રભારી ડો.રાવીનાબેન મેઘનાથી તથા શહેર ભાજપના હોદેદારો, આગેવાાનો, યુવા મોરચાના સભ્યો તથા વોર્ડ નં 7ના કોર્પોરેટર અને પૂર્વ S.T.નિગમના ડિરેકટર વિનુભાઈ કથીરિયા ઉપસ્થિત રહેલ હતા.