નિવેદન@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ છે, લોકડાઉનની વાતો માત્ર અફવા: મુખ્યમંત્રી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યુ છે. મુખ્યમંત્રીએ આજે જણાવ્યું હતુ કે, હાલ કર્ફ્યૂ બાબતમાં અત્યારે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકોને સારવાર મળે અને લોકો સાજા થાય. રાજ્યમાં ફરી લોકડાઉનની વાતો માત્ર અફવા છે. અટલ સમાચાર
 
નિવેદન@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ છે, લોકડાઉનની વાતો માત્ર અફવા: મુખ્યમંત્રી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યુ છે. મુખ્યમંત્રીએ આજે જણાવ્યું હતુ કે, હાલ કર્ફ્યૂ બાબતમાં અત્યારે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકોને સારવાર મળે અને લોકો સાજા થાય. રાજ્યમાં ફરી લોકડાઉનની વાતો માત્ર અફવા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કર્ફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ અંગે CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, ગાઇડલાઇનનું પાલન કરે એ આવશ્યક છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થિતિ વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકોએ અફવામાં આવવું નહીં. લોકો સાવચેતી રાખે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અત્યારે વેક્સિનની ટ્રાયલ હોવાથી રાજ્યમાં 1000થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે. વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યમંત્રી પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન 4 સ્ટેજમાં રસીનું વિતરણ થશે.