નિવેદન@સોમનાથ: શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવના દર્શને પહોચ્યાં નીતિન પટેલ, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. નીતિન પટલે દર્શન કર્યા બાદ કહ્યું કે, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે. નીતિન પટલે દરિયા કિનારે પણ વોક વે બનશે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં સોમનાથમાં બીજા આગામી સમયામાં બીજા પણ લોકાપર્ણના કાર્યક્રમો હાથ
 
નિવેદન@સોમનાથ: શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવના દર્શને પહોચ્યાં નીતિન પટેલ, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. નીતિન પટલે દર્શન કર્યા બાદ કહ્યું કે, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે. નીતિન પટલે દરિયા કિનારે પણ વોક વે બનશે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં સોમનાથમાં બીજા આગામી સમયામાં બીજા પણ લોકાપર્ણના કાર્યક્રમો હાથ ધરાશે એવી પણ જાણકારી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવ મંદિરમાં રાજ્યમાં સારો ખેતી લાયત વરસાદ આવે તેમજ રાજ્યમાંથી કોરોના મહામારી દુર થાય તે માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. આ વખતે તા.૯ ઓગષ્ટથી શ્રાવણ મહિના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જે ૬ સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થશે. મહત્વનું છે કે લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.