ચોંક્યાં@કડી: પરિવાર વતનમાં ગયો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 2.42 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી પંથકમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ 3 દિવસમાં ચોરીની આ બીજી ઘટના સામે આવી છે. વિગતો કડીમાં ખેડૂત પરિવાર પોતાના વતનમાં ગયા બાદ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જે બાદમાં પાડોશીને મકાનનું તાળું તુટ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર
 
ચોંક્યાં@કડી: પરિવાર વતનમાં ગયો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 2.42 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પંથકમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ 3 દિવસમાં ચોરીની આ બીજી ઘટના સામે આવી છે. વિગતો કડીમાં ખેડૂત પરિવાર પોતાના વતનમાં ગયા બાદ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જે બાદમાં પાડોશીને મકાનનું તાળું તુટ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર વતની પરત કડી આવતાં ઘરે તપાસ કરતાં અંદરથી રોકડ-દાગીના સહિત 2.42 લાખની ચોરી થયાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ ખેડૂતે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મૂળ જોટાણા તાલુકાના ચાલાસણ ગામના વતની અને હાલ નાની કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતાં યોગેશકુમાર રમેશભાઇ પટેલ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.26 સપ્ટેમ્બરના રોજ તેઓ પરિવારની સાથે પોતાના વતન ચાલાસણ મુકાયે ગયા હતા. જોકે 27 સપ્ટેમ્બરે પાડોશીનો ફોન આવ્યો કે તેમના ઘરનું તાળું તુટેલુ છે. જેથી તેઓ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં ઘરમાં બધો સામાન અસ્ત-વ્યસ્ત પડ્યો હોઇ અને ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 2.42 લાખની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

ચોંક્યાં@કડી: પરિવાર વતનમાં ગયો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 2.42 લાખની ચોરી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી પંથકમાં ચોરીની ઘટનાઓ રોકવા પોલીસનું સતત પેટ્રોલિંગ પણ નિષ્ફળ બન્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. નાનીકડીની અયોધ્યા નગર સોસાયટીમાં ત્રાટકેલાં તસ્કરોએ 2.42 લાખની ચોરીને અંજામ આપતાં હડકંપ મચી ગયો છે. તસ્કરોએ રહેણાંક મકાનમાંથી સોનાનું મંગળ સુત્ર કિ.રૂ.80,000, સોનાની ચેઇન કિ.રૂ.60,000, સોનાની બુટ્ટીની દોરી કિ.રૂ.20,000, સોનાની ચુની કિ.રૂ.1,000, પગની ચાંદીની શેરો કિ.રૂ.1,000, સોનાની બુટ્ટી જોડ-3 કિ.રૂ.60,000 અને રોકડ રકમ રૂ.20,000 મળી કુલ કિ.રૂ.2,42,000ની ચોરી કરી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે કડી પોલીસ મથકે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધાતાં આ અંગે PI ધર્મિષ્ઠાબેન ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.