તાપીઃ આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરી, વર્ષ લાખો રૂપિયાની કમાણી કરી શકશે

આ એક્સપર્ટ પાસેથી કાચા મોતીની સર્જરી કરી છીપમાં ભરવાનું કામ કરે છે અને હેમંતભાઈને પણ તેમણે તાલીમ આપી હતી. એકવાર આ મોતી પરિપક્વ થઈ જશે ત્યારે એક મોતીની કિંમત આશરે 100 રૂપિયા મળશે.

 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

 
તાપી (Tapi) જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામના એન્જિનિયર યુવાન હેમંતભાઈ ચૌધરી રહે છે. જેમણે પોતાના ઘરે ટાંકા બનાવી મોતીના ખેતીની શરૂઆત કરી છે. આ મોતી થકી આ યુવાન આગામી એક વર્ષના અંતે લાખો રૂપિયાની કમાણી કરી શકશે. ખાસ વાત તો એ છે કે, આ યુવક અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડશે. હેમંતભાઈએ ત્રણ જેટલા પાણીના ટાંકા બનાવી તેમાં બે હજાર જેટલા છીપ નાંખ્યા છે. જેમાં કાચા મોતી નાંખી શરૂઆત કરી છે. જે આગામી એક વર્ષ દરમ્યાનમાં મોતી સ્વરૂપે બહાર આવશે અને આ યુવાનને લાખો રૂપિયાની આવક થશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ત્યારે આવા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને તાલીમ માટે અલગ તાલીમાર્થીની જરૂરિયાત હોય છે. આ માટે હેમંતભાઈ રાજકોટના વતની એવા એક તાલીમ આપનાર સરફરાઝભાઈનો સંપર્ક કર્યો હતો. આ એક્સપર્ટ પાસેથી કાચા મોતીની સર્જરી કરી છીપમાં ભરવાનું કામ કરે છે અને હેમંતભાઈને પણ તેમણે તાલીમ આપી હતી. એકવાર આ મોતી પરિપક્વ થઈ જશે ત્યારે એક મોતીની કિંમત આશરે 100 રૂપિયા મળશે.


મહત્તમ પશુપાલન અને ખેતી પર નિર્ભર એવા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પ્રથમ વાર કોઈ ખેડૂતે મોતીની ખેતી કરી હોય એવું કહેવું મુશ્કેલ નથી. ત્યારે ભણીગણીને મોતીની ખેતી તરફ વળવું અને કમાણી કરવી એ પણ એક સારી બાબત કહી શકાય. કારણ કે મોટા ભાગે મોતીની ખેતી તળાવમાં કરવામાં આવતી હોય છે. પરંતુ પાણીના ટાંકામાં મોતીની ખેતીની શરૂઆત કરવી એ પણ મોતીદાર ખેડૂતની નિશાની કહી શકાય.