અજીબ@ખેડબ્રહ્મા: એકતરફી પ્રેમી યુવકની લાશ યુવતિના ઘરમાં મુકી, હોબાળો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક મંગળવારે ખેતરમાં મળેલી યુવકની લાશ મામલે પોલીસ માટે અજીબોગરીબ પરિસ્થિતિ સામે આવી છે. એકતરફી પ્રેમી યુવકને આપઘાત કરવા યુવતિ જવાબદાર હોવાનું માની પરિવારજનો લાશ લઇ યુવતિના ઘરમાં પહોંચી ગયા હતા. જેની અગમચેતી થઇ જતા યુવતિના પરિવારજનો ઘર છોડી અન્યત્ર ચાલી ગયા છે. પોલીસે 10 કલાકથી પણ વધુ
 
અજીબ@ખેડબ્રહ્મા: એકતરફી પ્રેમી યુવકની લાશ યુવતિના ઘરમાં મુકી, હોબાળો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક મંગળવારે ખેતરમાં મળેલી યુવકની લાશ મામલે પોલીસ માટે અજીબોગરીબ પરિસ્થિતિ સામે આવી છે. એકતરફી પ્રેમી યુવકને આપઘાત કરવા યુવતિ જવાબદાર હોવાનું માની પરિવારજનો લાશ લઇ યુવતિના ઘરમાં પહોંચી ગયા હતા. જેની અગમચેતી થઇ જતા યુવતિના પરિવારજનો ઘર છોડી અન્યત્ર ચાલી ગયા છે. પોલીસે 10 કલાકથી પણ વધુ સમય સમજાવટ કરી પરંતુ યુવકના પરિવારજનો માનવા તૈયાર નથી.

ખેડબ્રહ્માના શિતોલ પાસે નવાનાના ગામના સત્યમ મહેશભાઈ ખોખરીયાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પરિવારજનો હેબતાઇ ગયા છે. ખેતરમાં ઝાડ પર લાશ લટકેલી હોવાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસે એ.ડી. દાખલ કરી હતી. જોકે, પરિવારજનોએ એકતરફી પ્રેમી યુવકના મોત મામલે નજીકના ગામની યુવતિને જવાબદાર ઠેરવી દીધી છે.

સમગ્ર મામલે યુવકના પરિવારજનો આક્રોશિત થઇ લાશ સાથે યુવતિના ગામ પહોંચી ગયા હતા. જેની જાણ યુવતિના પરિવારજનોને થતા અન્ય જગ્યાએ દોડી ગયા હતા. યુવકની લાશને પરિવારજનોએ યુવતિના ઘરમાં મુકી હજુ સુધી અગ્નિસંસ્કાર કર્યા નથી. પરિવારજનોએ યુવતિ સામે ફરીયાદ દાખલ કરવાનું રટણ ચાલુ રાખતા પોલીસે છેવટે 306 મુજબનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

એક જ સમાજના છે યુવક-યુવતિ

ખેડબ્રહ્મા પોલીસે જણાવ્યુ હતુ કે, મૃતક યુવક અને યુવતિ એક જ સમાજના છે. યુવક છેલ્લા કેટલાક સમયથી યુવતિ પ્રત્યે એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેની હતાશામાં આપઘાત કરી લેતા પરિવારજનો યુવતિ સામે કાર્યવાહી કરવાની હઠ પકડી બેઠા છે.