અજબ પ્રેમની ગજબ કહાનીઃ પ્રેમિકાને મળવા પ્રેમી આખા ગામનો વીજળી પુરવઠો બંધ કરી દેતો

અટલ સમાચાર, ડેસ્ક બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લામાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો કેસ સામે આવ્યો છે. એક પાગલ પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે લગભગ ત્રણ કલાક સુધી પ્રેમિકાના આખા ગામનો વીજળી પુરવઠો બંધ કરી દેતો હતો. ગામના લોકોએ એક દિવસ પ્રેમીનું આવું પરાક્રમ પકડી પાડ્યું હતું. જે બાદમાં ગામના લોકોએ યુવકને સજા આપવાનું નક્કી કર્યું
 
અજબ પ્રેમની ગજબ કહાનીઃ પ્રેમિકાને મળવા પ્રેમી આખા ગામનો વીજળી પુરવઠો બંધ કરી દેતો

અટલ સમાચાર, ડેસ્ક

બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લામાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો કેસ સામે આવ્યો છે. એક પાગલ પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે લગભગ ત્રણ કલાક સુધી પ્રેમિકાના આખા ગામનો વીજળી પુરવઠો બંધ કરી દેતો હતો. ગામના લોકોએ એક દિવસ પ્રેમીનું આવું પરાક્રમ પકડી પાડ્યું હતું. જે બાદમાં ગામના લોકોએ યુવકને સજા આપવાનું નક્કી કર્યું હતું. આ માટે ગામના લોકોએ પહેલા યુવકનું અડધું માથું મૂંડી નાખ્યું હતું. જે બાદમાં તેને ચંપલનો હાર પહેરાવ્યો હતો. જે બાદમાં પ્રેમી અને પ્રેમિકાના લગ્ન કરાવ્યા હતા. પ્રેમી યુવક વીજ હેલ્પર તરીકેનું કામ કરે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૃત્યાનંદ નગર પોલીસ મથક વિસ્તારના ગણેશપુરા પંચાયતના આદિવાલી ટોલાનો છે. હકીકતમાં સુરેન્દ્ર રાય (Surendra Rai) પોતાની પ્રેમિકાને મળવા માટે ત્રણ કલાક સુધી ગામની વીજળી કાપી નાખતો હતો. એક દિવસ ગામ લોકોએ સુરેન્દ્રને તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા ઝડપી લીધો હતો. જે બાદમાં બંનેને પકડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા. બંનેને જૂતાનો હાર પહેરાવાયો હતો. ગામમાં ફેરવતા પહેલા માથું પણ મૂંડી નાખવામાં આવ્યું હતું. બાદમાં ગામના લોકોએ બંનેના લગ્ન કરાવ્યા હતા. આ બનાવ 9મી ઓક્ટોબરના રોજ બન્યો હતો. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરોરા નિવાસી સુરેન્દ્ર રાય અને ડહેરિયા આદિવાસી ટોલાની એક આદિવાસી યુવતી વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરેન્દ્ર રાય જ્યારે પણ તેની પ્રેમિકાને મળવા માટે જતો હતો ત્યારે ડહેરિયા ગામની વીજળી કાપી નાખતો હતો. વીજળી કપાતા ગામના લોકો પરેશાન થઈ જતા હતા. એક દિવસ ગામના લોકોએ લાઇટ હેલ્પરની આ કરતૂત વિશે જાણકારી મળી હતી. જે બાદમાં ગામના લોકોએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એક દિવસ વીજળી કપાતાની સાથે જ ગામના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. ગામના લોકોએ બંનેને વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યા હતા. પહેલા તો બંને સાથે મારપીટ કરી હતી. બાદમાં બંનેને ચંપલનો હાર પહેરાવાયો હતો. બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા.