કડક@મહેસાણા: ખોટી અવરજવર બંધ કરવા વેપારીઓ માટે પાસ સિસ્ટમ લાગુ

અટલ સમાચાર, મહેસાણા નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ તે સંબધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.ગૃહમંત્રાલય દ્વારા ૨૫ માર્ચ ૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવાનો હુકમ કરેલ છે.જે સંબધમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હુકમ સાથે વિગતવાર માર્ગદર્શિકા જાહેર
 
કડક@મહેસાણા: ખોટી અવરજવર બંધ કરવા વેપારીઓ માટે પાસ સિસ્ટમ લાગુ

અટલ સમાચાર, મહેસાણા

નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ તે સંબધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.ગૃહમંત્રાલય દ્વારા ૨૫ માર્ચ ૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવાનો હુકમ કરેલ છે.જે સંબધમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હુકમ સાથે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.

મહેસાણા જિલ્લામાં સુચારૂ પાલન અર્થે તાલુકાની હકુમત ધરાવતા સંબધિત તાલુકા મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટોને “ઇન્સીડન્ટ કમાન્ડર” તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.જેઓ કેન્દ્રિય ગૃહમંત્રાલયના હુકમ અને તેની સાથે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ મુજબ જોગવાઇઓની તાલુકા સ્તરે અમલવારી કરવાની રહેશ.આ ઉપરાંત કેન્દ્ર સરકારના ૨૪ માર્ચ ૨૦૨૦ ના હુકમની માર્ગદર્શિકાના અનુંક્રમ નંબર ૧૪ મુજબ આવશ્યક ચીજવસ્તુઓની હેરાફેરી માટે મંજુરી આપવા તથા પાસ ઇસ્યુ કરવાની સત્તાઓ મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટોને અપાઇ છે.આ માટે તમામ હિત ધરાવતા સંબધિતોએ સંબધિત તાલુકા મામલતદારની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો તેમજ સતત પ્રક્રિયાવાળા ઉત્પાદકીય એકમોને કાર્યરત રાખવા માટેની મંજુરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આપવામાં આવશે અને તે માટે આવા ઉત્પાદકીય એકમોએ કલેકટર કચેરી મહેસાણા ખાતે ભોંયતળીયે શરૂ કરવામાં આવેલ કોવિડ એપેડેમીક સેલ ખાતે અરજી કરવાની રહેશે.વ્યક્તિગત સંપર્ક ટાળવા માટે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને તેમજ સતત પ્રક્રિયાવાળા એકમોને dismgmt-meh@gujarat.gov.in તેમજ ફેક્સ નંબર ૦૨૭૬૨-૨૨૨૨૦૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.