કડક@મહેસાણા: S.P. પાર્થરાજસિંહે ગુનાખોરી રોકવામાં આપ્યું તુરંત રિઝલ્ટ

અટલ સમાચાર, મહેસાણા કડી પોલીસ સ્ટેશનમાં દારૂકાંડની ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસની શાખ ઉપર અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા. જે બાદ તત્કાલીન એસપી મનિષસિહની બદલી કરી કડકછાપ ધરાવતા પોલીસ વડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલને ખાખીની આબરૂ બચાવી લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમણે આવતાની સાથે જ ગુનાખોરી અટકાવવાના આદેશ કરતા જિલ્લાની પોલીસે સિંઘમરૂપ ધારણ કરી દીધું છે. જેથી
 
કડક@મહેસાણા: S.P. પાર્થરાજસિંહે ગુનાખોરી રોકવામાં આપ્યું તુરંત રિઝલ્ટ

અટલ સમાચાર, મહેસાણા

કડી પોલીસ સ્ટેશનમાં દારૂકાંડની ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસની શાખ ઉપર અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા. જે બાદ તત્કાલીન એસપી મનિષસિહની બદલી કરી કડકછાપ ધરાવતા પોલીસ વડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલને ખાખીની આબરૂ બચાવી લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમણે આવતાની સાથે જ ગુનાખોરી અટકાવવાના આદેશ કરતા જિલ્લાની પોલીસે સિંઘમરૂપ ધારણ કરી દીધું છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં અનેક બદીઓ ઉપર નવીન પોલીસવડાના ચાબુક આદેશના લાલ રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના P.I. પરમારની ટીમે નામચીન બૂટલેગર કનુ ઠાકોરનો દારૂ ઝડપી ખાખીનો દમ દેખાડી દીધો હતો. જ્યારે રવિવારે વિસનગર પોલીસે 7 જુગારીઓને ઝડપી લેતા જુગારીઓમાં ખૌફ ફેલાયો છે. જોકે આવનારા સમયમાં પણ પોલીસની સખતાઈ જોવા મળે તો નવાઈ નહી તેવુ પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.

કડક@મહેસાણા: S.P. પાર્થરાજસિંહે ગુનાખોરી રોકવામાં આપ્યું તુરંત રિઝલ્ટ

જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહીલે જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ લોક ડાઉન લગત ચુસ્ત બંદોબસ્ત રાખવા સુચના આપી છે. વિસનગર પોલીસના એમ.બી.વ્યા‍સના સુચના મુજબ પો.ઇન્સ્પેક્ટર પી.કે.પ્રજાપતિ, એ.એસ.આઈ રણજીતસિંહ, અ.હેડ.કો ભરતસિંહ, મહેન્દ્રભાઈ વિહાભાઈ, વનવિરસિંહ લાલસિંહ, રાકેશસિંહ ભરતસિંહ, સહિતની ટીમને બાતમી મળેલ કે વિસનગર કડા દરવાજા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે દેવીપૂજકવાસમાં રેડ પાડી જુગાર રમતા અને રમાડતા (1) ઠાકોર વિજયજી સોમાજી સોમતાજી રહે.કડા દરવાજા ભક્તોનો વાસ તા.વિસનગર (2) ચૌહાણ ઈમરાન ઉર્ફે ડાળો ઈકબાલભાઈ રહે.વિસનગર કડા દરવાજા કસ્બા વાસ તા.વિસનગર (3) ઠાકોર વિક્રમજી પુંજાજી કાનાજી રહે.સરણા, તા.વડનગર (4) પરમાર મુકેશભાઈ ત્રિભોવનભાઈ કચરાભાઈ રહે.વિસનગર ફતેહ દરવાજા વણકરવાસ તા.વિસનગર (5) પઠાણ ઈરફાનખાન કાલેખાન મહોબતખાન રહે.વિસનગર લાલ દરવાજા નવાવાસ તા.વિસનગર (6) દેવિપુજક દશરથભાઈ નરોત્તમભાઈ ધુળાભાઈ રહે.વિસનગર કડા દરવાજા વિજયનગર સોસાયટી તા.વિસનગર (7) મન્સુરી આશિફ રહીમભાઈ મમુભાઈ રહે.વિસનગર કડા દરવાજા દેવિપૂજકવાસ, તા.જી મહેસાણાને દબોચી લીધા હતા. જેમની પાસેથી 36,380 રૂપિયા રોકડા, ગંજીપાના, મોબાઈલ નંગ-2 કિ.રૂ.400 મળી કુલ કિ.રૂ.38,780નો મુદ્દામાલ કબજે લઇ ગુનો પોલીસ ડાયરીમાં નોંધી કાર્યવાહી કરી હતી.

આમ મહેસાણા જિલ્લા પોલીસની સિંઘમ સ્ટાઈલથી લોકો ખુશ જણાઈ રહ્યા છે જ્યારે કાયદાને નજર અંદાજ કરનારાઓ ભયમાં મુકાઈ ગયા છે.