હડકંપ@ભાજપ: વાઘાણીએ પહેરાવ્યો ખેસ, હેમંત ચૌહાણે કહ્યું જોડાયો જ નથી

અટલ સમાચાર,ડેસ્ક સોમવારે ભાજપમાં જોડાયેલા ગુજરાતના ભજનિક હેમંત ચૌહાણે બુધવારે ધડાકો કર્યો છે. તેમણે એક વિડીયો વાયરલ કરી જણાવ્યુ છે કે, તેઓ ભાજપમાં નથી જોડાયા. તેઓ ફક્ત ભાજપના સન્માન કાર્યક્રમમાં ગયા હતા. હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દેતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે
 
હડકંપ@ભાજપ: વાઘાણીએ પહેરાવ્યો ખેસ, હેમંત ચૌહાણે કહ્યું જોડાયો જ નથી

અટલ સમાચાર,ડેસ્ક

સોમવારે ભાજપમાં જોડાયેલા ગુજરાતના ભજનિક હેમંત ચૌહાણે બુધવારે ધડાકો કર્યો છે. તેમણે એક વિડીયો વાયરલ કરી જણાવ્યુ છે કે, તેઓ ભાજપમાં નથી જોડાયા. તેઓ ફક્ત ભાજપના સન્માન કાર્યક્રમમાં ગયા હતા. હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દેતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે ભાજપમાં જોડાયા હોવાનો ઇન્કાર કર્યો છે.

હડકંપ@ભાજપ: વાઘાણીએ પહેરાવ્યો ખેસ, હેમંત ચૌહાણે કહ્યું જોડાયો જ નથી

વીડિયોમાં હેમંત ચૌહાણ કહી રહ્યા છે કે, “નમસ્તે ભાઈઓ, બહેને, વડીલો અને બાળકો. આજે મારે એક ચોખવટ કરવાની છે. આજે મીડિયામાં એવી જાહેરાત થઈ છે કે હું ભાજપ સાથે જોડાયો છું. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું.”

હેમંત ચૌહાણે કહ્યું કે, “કોંગ્રેસ વખતે પણ અમારા સન્માનો થયા હતા. એ સન્માનોને પણ અમે વધાવી લીધા હતા. રૂપાણી સાહેબના સન્માનને પણ અમે વધાવી લીધું છે. હું કોઈ પક્ષનો માણસ નથી. હું જાતે કહું છું કે ભાજપમાં જોડાયો હોવાનું કોઈ કહે તો આ વાત માનવી નહીં. કોઈ સત્યની રાહ લેતા હોય ત્યારે કલાકાર તરીકે અમે તેને બિરદાવવા માટે જતા હોઈએ છીએ.