હડકંપ@થરાદ: જમીન સંપાદન સામે ખેડૂતો લાલઘૂમ, ઓછી જંત્રી નહિ ચાલે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) થરાદ પંથકમાં ખેડૂતો અચાનક મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી દોડી ગયા હતા. ભારતમાલા કોરીડોર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવતાં નારાજગી વધી છે. જેમાં કેટલાક ખેડૂતો સંપાદન સામે લાલઘૂમ તો મોટાભાગના ખેડૂતો ઓછી જંત્રી સામે રોષે ભરાયેલા છે. આથી સમગ્ર બાબતે એસડીએમને રજૂઆત કરવા પહોચ્યાં હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદમાં ભારત
 
હડકંપ@થરાદ: જમીન સંપાદન સામે ખેડૂતો લાલઘૂમ, ઓછી જંત્રી નહિ ચાલે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

થરાદ પંથકમાં ખેડૂતો અચાનક મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી દોડી ગયા હતા. ભારતમાલા કોરીડોર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવતાં નારાજગી વધી છે. જેમાં કેટલાક ખેડૂતો સંપાદન સામે લાલઘૂમ તો મોટાભાગના ખેડૂતો ઓછી જંત્રી સામે રોષે ભરાયેલા છે. આથી સમગ્ર બાબતે એસડીએમને રજૂઆત કરવા પહોચ્યાં હતા.

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદમાં ભારત માલા પ્રોજેક્ટ કોડીડોર માટે જમીન સંપાદન કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે. ગુજરાત-રાજસ્થાનને જોડતો નવીન કોરીડોર તૈયાર કરવા અનેક ખેડૂતોની જમીન તંત્ર દ્વારા સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં 800 ખેડૂતોને થરાદ SDM કચેરીએ હાજર રહેવા નોટિસ આપી હતી. જેની વિગતો મેળવ્યા બાદ ખેડૂતોમાં એકસાથે રોષ ભભુકી ઉઠ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકારે વગર મંજૂરીએ અમારી જમીન સંપાદન કરી લે તેનો વિરોધ છે. આ સાથે હાઇવે કોરીડોર માટે ખેડૂતોની જીવાદોરી એવી ખેતીની જમીનની ખૂબ જ ઓછી જંત્રી ચૂકવવામાં આવે તે ચલાવી લેવાશે નહીં.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો સમગ્ર મામલે મંથન કરી થરાદ નાયબ કલેક્ટર કચેરી પહોંચી ઘટતું કરવા મથામણ કરી હતી. જો અમારી માંગ પુરી નહિ કરાય તો આંદોલન કરીશું તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આથી પંથકમાં ફરીએકવાર ખેડૂતોની સમસ્યાનો મુદ્દો સામે આવ્યો છે.