હડકંપ@વિરમગામ: યુવક-યુવતીની બ્યુટીપાર્લરમાં કામલીલા, વિડીયોથી ચકચાર

અટલ સમાચાર, અમદાવાદ વિરમગામમાં યુવક અને યુવતીએ કામલીલાનો જાતે જ બનાવેલો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. બ્યુટી પાર્લર ચલાવતી યુવતી અને ભજિયાંની દુકાન ચલાવતાં યુવકની હરકતોથી ગરમાવો વધી ગયો છે. યુવક અને યુવતીએ બ્યુટી પાર્લરમાં જ કામક્રીડામાં રાચતો વિડીયો બનાવ્યો હતો. આ પછી જાણ્યે અજાણ્યે વેપારી ગૃપમાં સેન્ડ થયો હતો. વિડીયોથી આખા ગામને
 
હડકંપ@વિરમગામ: યુવક-યુવતીની બ્યુટીપાર્લરમાં કામલીલા, વિડીયોથી ચકચાર

અટલ સમાચાર, અમદાવાદ

વિરમગામમાં યુવક અને યુવતીએ કામલીલાનો જાતે જ બનાવેલો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. બ્યુટી પાર્લર ચલાવતી યુવતી અને ભજિયાંની દુકાન ચલાવતાં યુવકની હરકતોથી ગરમાવો વધી ગયો છે. યુવક અને યુવતીએ બ્યુટી પાર્લરમાં જ કામક્રીડામાં રાચતો વિડીયો બનાવ્યો હતો. આ પછી જાણ્યે અજાણ્યે વેપારી ગૃપમાં સેન્ડ થયો હતો. વિડીયોથી આખા ગામને જાણ થતાં પંથકમાં ચકચાર ફેલાઇ છે.

વિરમગામ પંથકમાં સરેરાશ 42 વર્ષના વેપારી યુવક અને 35 વર્ષની યુવતીનો વિડીયો લોકમાનસમાં હડકંપ મચાવી રહ્યો છે. વર્ષોથી ભજિયાંની દુકાન ચલાવતાં યુવકને બ્યુટી પાર્લર ચલાવતી યુવતી સાથે આંખ મળી છે. આ દરમ્યાન અચાનક બંને જણાએ બ્યુટી પાર્લરમાં જ કામલીલા કરી વિડીયો પણ બનાવ્યો હતો. યુવક કામલીલા કરતાં કરતાં જાતે જ વિડીયો બનાવી લે છે. આ દરમ્યાન યુવતી પોતાનો ચહેરો ન દેખાય તેની કાળજી રાખી વિડીયો લેવા દે છે‌.

હડકંપ@વિરમગામ: યુવક-યુવતીની બ્યુટીપાર્લરમાં કામલીલા, વિડીયોથી ચકચાર

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પછી યુવકે જાતે જ બનાવેલો કામલીલાનો વિડીયો જાણ્યે કે અજાણ્યે વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કર્યો હતો. વિડીયો જોઇ ચોંકી ગયેલાએ સંબંધિતોને મોકલતાં ગણતરીના કલાકોમાં ઘટનાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જોકે ફરીયાદ કે રજૂઆત ન હોવાથી મામલો દબાઈ ગયો પરંતુ ભજીયાવાળો યુવક અને બ્યુટી પાર્લરવાળી યુવતીની એકબીજા સામેની શારીરીક હરકતોથી સામાજીક ચકચાર મચી ગઇ છે.

વિડીયો બાદ પોલીસ શું કર્યું ?

સમગ્ર મામલે વિરમગામ શહેર પોલીસના પીએસઆઇ ઝાલાએ જણાવ્યુ હતુ કે, અરજી આવી છે તેના આધારે જરૂરી કાર્યવાહી થશે. જોકે પોલીસ માટે યુવકની પુછપરછ કરવા સિવાય આઇટી એક્ટ મુજબ વિડીયોથી જનમાનસ ઉપર ખરાબ અસર થતી હોવાનો આધાર લઇ કાયદેસરની કાર્યવાહી કરવાનો વિકલ્પ ખુલ્લો છે. ઉલ્લેખનિય છે કે, કામલીલા સહિતનો વિડીયો પોલીસ સુધી પહોંચી ગયા બાદ યુવક-યુવતી તરફથી કોઇ રજૂઆત નથી.

ઘટના બાદ યુવતિ ભયંકર માનસિક સ્થિતિમાં

યુવક-યુવતીની કામલીલાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને સનસનાટી મચાવી છે. ઘટના બાદ વિડીયો પરિવારજનો સુધી પહોંચી જતાં સામાજીક રીતે ભૂકંપ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી સંબંધિતોએ વિરમગામ શહેર પોલીસને અરજી આપી યુવકની પુછપરછ કરવા સહિતની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, કામલીલાનો વિડીયો શહેરભરમાં પ્રસરી જતાં યુવતિ ભયંકર માનસિક સ્થિતિમાં આવી ગઇ છે. ઘટનાબાદ બ્યુટીપાર્લર ઉપર સન્નાટો મચી ગયો છે.