મારામારી@ધાનેરાઃ મહિલા સરપંચ ઉપર 4 યુવકોનો હૂમલો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરા તાલુકાના વાસડા ગામે મહિલા સરપંચ અને તેના પરિવારજનો ઉપર ગામના યુવકોએ હૂમલો કરતા ચકચાર મચી ગઈ છે. ‘‘ગામલોકોને ઘરે કેમ આવવા દે છે’’ તેવું કારણ આપી મોડી સાંજે લાકડી સહિતના હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેમાં મહિલા સરપંચ સહિત પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. જોકે, તેની સામે મહિલા સરપંચના
 
મારામારી@ધાનેરાઃ મહિલા સરપંચ ઉપર 4 યુવકોનો હૂમલો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના વાસડા ગામે મહિલા સરપંચ અને તેના પરિવારજનો ઉપર ગામના યુવકોએ હૂમલો કરતા ચકચાર મચી ગઈ છે. ‘‘ગામલોકોને ઘરે કેમ આવવા દે છે’’ તેવું કારણ આપી મોડી સાંજે લાકડી સહિતના હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેમાં મહિલા સરપંચ સહિત પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. જોકે, તેની સામે મહિલા સરપંચના પરિવારજનોએ મારામારી કરતા મામલો બિચક્યો છે.

મારામારી@ધાનેરાઃ મહિલા સરપંચ ઉપર 4 યુવકોનો હૂમલો, અંતે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાસડા ગામે મહિલા સરપંચ અને ગામના ઈસમો વચ્ચે ખુલા હાથે મારામારી થયાનું સામે આવ્યું છે. મહિલા સરપંચ કમળાબેન કાળુભાઈ તુરી (બારોટ) ઉ.વ.50 દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશને ડાહ્યા લહેરાભાઈ બારોટ , વિપુલ ડાહ્યા બારોટ, સતીષ રાવતા બારોટ, અલ્પેશ બાબુ બારોટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સરપંચના ઘરે ગામના લોકો કોઈ કારણસર જતા હોઈ આરોપી ઈસમોએ ગુસ્સે થઈ મારામારી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા સરપંચ અને પરિવાર ઉપર સમાજના જ લોકોએ હૂમલો કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગામમાં ચાલતી ચર્ચા મુજબ મહિલા સરપંચના પરિવારજનોએ પણ મારામારી કરી હતી. જેનાથી મામલો વધુ ઉગ્ર બન્યો છે. જોકે, ફરિયાદ માત્ર સરપંચ દ્વારા દાખલ થઈ હોઈ ધાનેરા પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.