સમી-શંખેશ્વરના તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓના કરતબ

અટલ સમાચાર, પાટણ સમી તાલુકાની સમી મોડેલ સ્કુલ અને શંખેશ્વર તાલુકાની શંખેશ્વર પ્રાથમિક શાળા ખાતે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ગાયન, વાદન અને લેખન કળા જેવી 14 સ્પર્ધાઓમાં વિવિધ વયજુથના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સ્પર્ધા માટે મોકલવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
સમી-શંખેશ્વરના તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓના કરતબ

અટલ સમાચાર, પાટણ

સમી તાલુકાની સમી મોડેલ સ્કુલ અને શંખેશ્વર તાલુકાની શંખેશ્વર પ્રાથમિક શાળા ખાતે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ગાયન, વાદન અને લેખન કળા જેવી 14 સ્પર્ધાઓમાં વિવિધ વયજુથના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સ્પર્ધા માટે મોકલવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત અને કલા ક્ષેત્રે રૂચી જાગે, તેમને પ્રોત્સાહન મળે તથા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે કળા ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ યોજવામાં આવે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા પાટણ જિલ્લામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમી તાલુકાની સમી મોડેલ સ્કુલ તથા શંખેશ્વર તાલુકાની શંખેશ્વર પ્રાથમિક શાળા ખાતે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. રાસ, ગરબા, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા જેવી તાલુકા કક્ષાની અલગ અલગ 14 સ્પર્ધાઓમાં સમી તાલુકાના વિવિધ વયજુથના 500 અને શંખેશ્વર તાલુકાના 550થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સમી-શંખેશ્વરના તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓના કરતબ

તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને આગામી 24 જાન્યુઆરીના રોજ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેવા મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.17 જાન્યુઆરીના રોજ સાંતલપુર તાલુકાના વૌવા ખાતેથી તાલુકા કક્ષાના કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સરહદી વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.