રજૂઆત@ઉ.ગુ.: કેનાલોમાં વધુ એક મહિનો પાણી આપવા ધારાસભ્યોની માંગ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની નર્મદા કેનાલોમાં વધુ એક મહિનો પાણી છોડવા ધારાસભ્યોને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નર્મદાનું સિંચાઇના હેતુ માટેનું પાણી ખૂબજ અપૂરતું મળતુ હોવાની રજૂઆત કરી છે. નર્મદાનું પાણી પશુધન અને પીવાનું પાણી પૂરા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં વધુ એક
 
રજૂઆત@ઉ.ગુ.: કેનાલોમાં વધુ એક મહિનો પાણી આપવા ધારાસભ્યોની માંગ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની નર્મદા કેનાલોમાં વધુ એક મહિનો પાણી છોડવા ધારાસભ્યોને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નર્મદાનું સિંચાઇના હેતુ માટેનું પાણી ખૂબજ અપૂરતું મળતુ હોવાની રજૂઆત કરી છે. નર્મદાનું પાણી પશુધન અને પીવાનું પાણી પૂરા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં વધુ એક મહિના માટે પૂરતા પ્રમાણમાં વધારે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો પશુધનને બચાવી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સહતિનાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે ,ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લાના મુખ્યત્વે બનાસકાંઠા, સુરેન્દ્રનગર,મોરબી, તેમજ પાટણ વિગેરે જિલ્લાઓમાં નર્મદાનું સિંચાઇના હેતુ માટે પાણી ખૂબજ અપૂરતું મળતું હોય તે બાબતે સરકારમાં વારંવાર રજૂઆતો કરેલ છે.જેના કારણે ખેડૂતો તેમજ પશુધનને ખૂબજ હાડમારીનો સામનો કરવો પડી રહેલ છે. જેથી વધુ એક મહિના માટે પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત@ઉ.ગુ.: કેનાલોમાં વધુ એક મહિનો પાણી આપવા ધારાસભ્યોની માંગ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે ચોમાસુ ખૂબજ લંબાતા શિયાળું પાકનું પિયત ખૂબજ મોડુ થયેલ છે. અને કમોસમી વરસાદના કારણે ઉભા પાકને ખૂબજ નુકશાન થયેલ છે. લોકોને પીવાના પાણી તેમજ પશુધનને બચાવવા માચે વધુ એક મહિના સુધી નર્મદાનું પાણી આપવામાં આવે તેવી પ્રજાના હિતમાં લાગણી અને માંગણી ઉભી થઇ છે. ધારાસભ્યોએ નર્મદાનું પાણી પશુધન અને પીવાનું પાણી પૂરા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં વધુ એક મહિના માટે પૂરતા પ્રમાણમાં વધારે પાણી આપવામાં આવે તો પશુધનને બચાવી શકાય તેવી રજૂઆત કરી છે.