રજૂઆત@પાટણ: એરંડામાં સટ્ટાખોર કંપનીઓ સામે MLAના ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, પાટણ ઉત્તર ગુજરાતમા ચાલુ વર્ષે એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે. એરંડામાં ટેકાના ભાવ સામે કેટલીક કંપનીઓ સંગ્રહખોરી કરી સટ્ટો ખેલતી હોવાના આક્ષેપ થયા છે. પાટણ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને એરંડામાં ટેકાના ભાવ 1200 રૂપિયા કરી ખરીદી કરવા રજૂઆત કરી છે. આ સાથે એરંડામાં સંગ્રહખોરી મારફત નાણાંની થતી ગેમ સામે પણ પગલા
 
રજૂઆત@પાટણ: એરંડામાં સટ્ટાખોર કંપનીઓ સામે MLAના ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાતમા ચાલુ વર્ષે એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે. એરંડામાં ટેકાના ભાવ સામે કેટલીક કંપનીઓ સંગ્રહખોરી કરી સટ્ટો ખેલતી હોવાના આક્ષેપ થયા છે. પાટણ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને એરંડામાં ટેકાના ભાવ 1200 રૂપિયા કરી ખરીદી કરવા રજૂઆત કરી છે. આ સાથે એરંડામાં સંગ્રહખોરી મારફત નાણાંની થતી ગેમ સામે પણ પગલા ભરવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ચાલુ વર્ષે એરંડાના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયુ છે. જોકે ગત ત્રણ વર્ષો ખેડુતો માટે નિરાશાજનક નિવડ્યા છે. તો વળી, ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને તીડના આક્રમણથી પંથકના ખેડુતો બેહાલ થયા છે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ચાલુ વર્ષે ગુજરાતના ખેડુતોને એરંડામાં ટેકાના ભાગ 1200 રૂપિયા આપવા માંગ કરી છે.

રજૂઆત@પાટણ: એરંડામાં સટ્ટાખોર કંપનીઓ સામે MLAના ગંભીર આક્ષેપ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતોને ટેકાના ભાવ ન મળવાથી તેમને ભારે નુકશાન થાય છે. પાટણ ધારાસભ્યએ આગામી ખરીદી સામે ટેકાના ભાગ 1200 રૂપિયા કરવા સુચન કર્યુ છે. આ સાથે આઇ.સી.ડી.એક્ષની અંદર સટ્ટો કરી ખેડુતોના એરંડાની સસ્તા ભાવે ખરીદી કરનારા વિરૂધ્ધ પણ રોષ ઠાલવ્યો છે. ધારાસભ્યની રજૂઆતને પગલે પંથકમાં એરંડામાં ટેકાના ભાવ વધી શકવાના આસાર વચ્ચે ખેડુતોમાં ભાવને લઇ મુદ્દો ગરમાયો છે.