આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 મંગળવારે સવારે 9:30 વાગ્યા પર ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ અંતરિક્ષમાં ભારતને ફરી એકવખત મોટી ઉપલબ્ધિ મળી ગઇ છે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચાંદ પર ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવશે. ઇસરોના મતે ચંદ્રયાન-2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયું છે.

22 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 14 ઓગસ્ટે ટ્રાન્સ લ્યૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 13 દિવસ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. આ સમગ્ર તબક્કો આ મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. આ દરમિયાન જ વૈજ્ઞાનિકો અને ચંદ્રયાનની સાચી અગ્નિપરીક્ષા થશે. ઉલ્લેખનીય છે કે, મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ, ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક તથા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક જેવા ત્રણ સેન્ટર ચંદ્રયાનનું નિરિક્ષણ કરતા હોય છે.

ચંદ્રયાન-2માં ત્રણ મોડયુલ છે. એમાં ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન છે. આનું વજન 3,877 કિલોગ્રામ છે. ઓર્બિટરથી લેન્ડર છૂટું થયા બાદ એ ચંદ્રની ફરતે ગોળ ગોળ ઓર્બિટના બદલે અંડાકાર ઓર્બિટમાં ભ્રમણ કરશે. એના કારણે એક સમયે એનું ચંદ્રથી અંતર 100 કિલોમીટર હશે તો બીજા છેડે એ ઘટીને માત્ર 30 કિલોમીટર થશે. 30 કિલોમીટરવાળા છેડેથી લેન્ડર ચંદ્રની ધરતી પર પહોંચશે. લેન્ડ થતી વખતે એની સ્પીડ ઘણી વધારે હશે. એ સમયે આ સ્પીડ ઘટાડવી પડશે અને એના માટે એમાં રહેલા થ્રસ્ટરોને ઊંધી દિશામાં ચલાવવા પડશે. થ્રસ્ટરની મદદથી સ્પીડ ઓછી કરીને લેન્ડરને ચંદ્ર પર ઉતારવામાં આવશે અને એના માટે સમતળ વિસ્તાર શોધવામાં આવશે. લેન્ડરની અંદર રહેલા રોવરની સ્પીડ પ્રતિ મિનિટ એક સેન્ટિમીટરની છે.

બીજી કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે?

ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આશરે 3.5 લાખથી 4 લાખ કિલોમીટરનું અંતર છે. ચંદ્રયાન-2માં સીમિત ઊર્જા છે અને તેથી કમ્યુનિકેશન માટે રેડિયો સિગ્નલ કમજોર થાય છે.
હવે ચંદ્રયાનની ઝડપ ઘટાડવામાં આવશે
ચંદ્ર પર અસમાન ઘનત્વ છે. એના કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ પણ અલગ અલગ છે. આથી ચંદ્રની ફરતે ચક્કર લગાવવા એ ઓર્બિટર માટે આસાન નહીં હોય.
ચંદ્ર પૃથ્વીનું ચક્કર લગાવે છે એના કારણે એનું ઓર્બિટ વારંવાર બદલાય છે. ચંદ્રયાન-2 અને ચંદ્રની ગતિનીગણતરીમાં જરા સરખી ભૂલ કરોડો રૂપિયાના મિશનને નિષ્ફળ કરી શકે છે.
લેન્ડિંગ વખતે લેન્ડર પર ચંદ્રની ધૂળ જમા થઈ શકે છે. એ ધૂળ સોલાર પેનલ પર જમા થાય તો પાવર સપ્લાય અને સેન્સરો પર અસર પડી શકે છે. ચંદ્રનો એક દિવસ કે એક રાત પૃથ્વીના 14 દિવસ સમાન છે. ચંદ્ર પર તાપમાન ઝડપથી બદલાય છે. જેથી કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

ઈસરોના ચેરમેન ડો. સિવને જણાવ્યું કે, ચંદ્રયાન-૨ હવે ચંદ્રની કક્ષામાં પ્રવેશતા જ તેની સાચી પરીક્ષા શરૂ થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65,000 કિ.મી સુધી અસર કરે છે. આ સંજોગોમાં ચંદ્રયાનની ઝડપ ઓછી કરવી પડશે. જો તેની ઝડપ ઓછી નહીં કરવામાં આવે અને તે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવ હેઠળ આવી જાય તો તેની સાથે અથડાઈ શકે તેમ છે. ચંદ્રયાનની ઝડપ ઘટાડવા માટે ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને થોડો સમય ચાલુ કરવામાં આવશે. આ પહેલાં પણ તેને વિવિધ કક્ષામાં લઈ જવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો.

યાન આ દરમિયાન પણ ચાર વખત ચંદ્રની ચાર કક્ષામાં પ્રદક્ષિણા કરશે અને તે સમયે તેની ઝડપ ઉપર નિયંત્રણ મેળવવામાં આવશે. અંતિમ ભ્રમણ બાદ તેનું લેન્ડિંગ કરાવવામાં આવશે.

પ્રોપલ્શન સિસ્ટમ એક એવી સિસ્ટમ છે જેના થકી કોઈપણ યાન, રોકેટને ગતિ આપવામાં આવે છે. તેમાં લિક્વિડ અથવા તો સોલિડ ફોર્મમાં પ્રોપેલન્ટ હોય છે. યાનને ધક્કો લગાવે છે જેથી તેને આગળ વધારી શકાય અથવા તેની કક્ષામાં ફેરફાર કરી શકાય.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code