સફળ@મહેસાણા: આજે એકસાથે 36 વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં આજે સફળતાની વાત સામે આવી છે. એકસાથે 36 વ્યક્તિને કોવિડ હોસ્પિટલમાંથી આનંદભેર રજા આપવામાં આવશે. જેનાથી જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત દાખલ દર્દીનો આંકડો ખૂબ જ નીચો આવી જશે. અગાઉ એકસાથે 21 કેસ આવ્યા તો સામે આજે 36ને રજા આપી કોરોનાને ચેલેન્જ આપી છે. મહેસાણા જિલ્લામાં આજે નવા 4,
 
સફળ@મહેસાણા: આજે એકસાથે 36 વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં આજે સફળતાની વાત સામે આવી છે. એકસાથે 36 વ્યક્તિને કોવિડ હોસ્પિટલમાંથી આનંદભેર રજા આપવામાં આવશે. જેનાથી જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત દાખલ દર્દીનો આંકડો ખૂબ જ નીચો આવી જશે. અગાઉ એકસાથે 21 કેસ આવ્યા તો સામે આજે 36ને રજા આપી કોરોનાને ચેલેન્જ આપી છે.

સફળ@મહેસાણા: આજે એકસાથે 36 વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા

મહેસાણા જિલ્લામાં આજે નવા 4, ફરી પોઝીટીવ 4 જ્યારે જૂના 2 મળીને કુલ 8 દર્દી કોરોના સામે લડી રહ્યા છે. જોકે વડનગરની કોવિડ હોસ્પિટલમાંથી 26 જ્યારે મહેસાણા શહેરની સાંઇક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાંથી 10 વ્યક્તિ રજા લઈ રહ્યા છે. આજે રવિવારે એકસાથે 36 વ્યક્તિને કોરોના વાયરસથી મુક્ત કરી માનભેર રજા અપાઇ છે.

સફળ@મહેસાણા: આજે એકસાથે 36 વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા

જેના કારણે હવે માત્ર 10 વ્યક્તિ સારવાર હેઠળ રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં સાજાં થવાનો આંકડો સર્વોચ્ચ સપાટીએ આવ્યો હોઇ સફળતા મળી છે.