સફળતા@મહેસાણા: લૂંટ કરી સુરત હચમચાવવાનુ કાવતરું ઘડનારા 6 આરોપી LCBએ દબોચ્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા LCB પોલીસે સુરત શહેરમાં આંગડિયા પેઢી તેમજ હીરા માર્કેટમાં મોટી લૂંટ કરવાનુ કાવતરું બનાવી બેઠેલા આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતા મોટી લૂંટ કરી સુરત શહેરને હચમચાવી મુકવાની યોજના હોય તેમ લાગી રહ્યુ છે. જોકે તે અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. હાલમાં ચકચારી લૂંટને નિષ્ફળ
 
સફળતા@મહેસાણા: લૂંટ કરી સુરત હચમચાવવાનુ કાવતરું ઘડનારા 6 આરોપી LCBએ દબોચ્યા

 

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા LCB પોલીસે સુરત શહેરમાં આંગડિયા પેઢી તેમજ હીરા માર્કેટમાં મોટી લૂંટ કરવાનુ કાવતરું બનાવી બેઠેલા આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતા મોટી લૂંટ કરી સુરત શહેરને હચમચાવી મુકવાની યોજના હોય તેમ લાગી‌ રહ્યુ છે. જોકે તે અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. હાલમાં ચકચારી લૂંટને નિષ્ફળ બનાવી મુકતા મહેસાણા પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર બાબતે SP પાર્થરાજસિહ ગોહિલે એલસીબી ટીમ સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

અનલોક-01ની અમલવારી માટે રાતના 9:00 કલાક બાદ કર્ફ્યૂનુ સરપ્રાઈઝ ચેકીંગ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિહની સુચના હતી. જે અનુસાર મહેસાણા એલસીબી P.I. પૃથ્વીસિહ પરમારની ટીમે ચેકીંગ દરમિયાન અનેક લૂંટ, ધાડ અને ચોરીના ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીઓ ઝડપી લીધા હતા. મહેસાણા નુગર બાયપાસ સર્કલ પાસે શિવાલા હોટલ નજીક એસ્ટીમ કારમા કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. આથી ગુનેગારોને ઓળખી લેવામાં પારંગત પોલીસની ઝપટે આવી જવું સ્વાભાવિક બની ગયુ હતું. દરમિયાન તેમને ઝડપી કડકાઈ પૂ્ર્વક પૂછપરછ કરતાં ગંભીર બાબત સામે આવી હતી.

આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, સોમવારની સવારે તેઓ સુરત શહેરમાં આવેલા કીમ વિસ્તારની આંગડિયા પેઢી તેમજ હીરા માર્કેટમાં લૂંટ કરવાનુ કાવતરું ઘડ્યું હતું. આ માટે રેકી પણ કરી ચુક્યા હતા. અને સોમવારની સવારે સુરત શહેરમાં લૂંટથી ચકચાર ફેલાય તે પહેલા રવિવાર રાતે LCBએ આ સમગ્ર કાવતરા ઉપર પાણી ફેરવી દીધું હતું. લૂંટ કરવા માટે 6 આરોપીઓએ છરી, લાકડી જેવા મારક હથિયારો સાથે રાખ્યા હતા જે પોલીસે કબજે લીધા છે. તેમનો ગુનાહિત ઈતિહાસ જોતા સુરતમાં મોટી ઘટના ઘટે તે પહેલાં મહેસાણા પોલીસે લૂંટને નિષ્ફળ બનાવી દીધી છે. તમામ સામે ગુનો નોંધી તેમના અન્ય સાગરીતો છે કે કેમ? આ સિવાય કોઈ અન્ય ગુનામાં હાથ છે કે કેમ? તે દિશામાં તપાસ ચાલી રહી છે‌.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ

1. ઠાકોર અમરસિંહ હેમાજી
2. ઝાલા કિરણસિંહ વિનયસિંહ
3. મીર રીઝવાન ઉર્ફે લતીફ કનુભાઈ દાઉદભાઈ
4. ઠાકોર કમલેશજી ધમાજી
5. ઠાકોર વિજય દલાજી
6. પરમાર ભાવેશ અમરતભાઈ

આરોપીઓએ અગાઉ આચરેલ ગુનાહિત બાયોડેટા

(1) ઠાકોર અમર હેમાજી અને ઠાકોર કમલેશે 2016મા વિસનગર તાલુકામાંથી 70 લાખની લૂંટ કરી હતી. ઉપરાંત અમર ઠાકોર પોલીસ ચોપડે અપહરણ તેમજ આંગડિયા લૂંટના ગુનામાં પણ વોન્ટેડ છે.

(2) ઝાલા કિરણસિંહ ઉંઝામાં એટીએમ ચોરીનો આરોપી.

(3) પરમાર ભાવેશ અમરતભાઈ વાહનચોરીનો ગુનો આચર્યો હતો.

ઝપ્ત કરેલ જીવલેણ હથિયારો

છરી, ટોમી, લાકડી