સફળતા@પોલીસ: ઉત્તર ગુજરાતનો કુખ્યાત બુટલેગર અમીરગઢથી ઝડપાયો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા પોલીસને ચકમો આપી નાસતો ફરતો કુખ્યાત બુટલેગર આખરે પકડમાં આવ્યો છે. સરેરાશ ર૦થી વધુ દારૂના ગુનાઓમાં આરોપી આશુ અગ્રવાલ અમીરગઢ પંથકમાંથી ઝડપાઇ ગયો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુખ્યાત મનાતો બુટલેગર જન્માષ્ટમી પહેલા ઝડપાઇ જતા પોલીસને જાણે “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈલાલાલ કી” જેટલો આનંદ થયો છે.
 
સફળતા@પોલીસ: ઉત્તર ગુજરાતનો કુખ્યાત બુટલેગર અમીરગઢથી ઝડપાયો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા પોલીસને ચકમો આપી નાસતો ફરતો કુખ્યાત બુટલેગર આખરે પકડમાં આવ્યો છે. સરેરાશ ર૦થી વધુ દારૂના ગુનાઓમાં આરોપી આશુ અગ્રવાલ અમીરગઢ પંથકમાંથી ઝડપાઇ ગયો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુખ્યાત મનાતો બુટલેગર જન્માષ્ટમી પહેલા ઝડપાઇ જતા પોલીસને જાણે “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈલાલાલ કી” જેટલો આનંદ થયો છે.

સફળતા@પોલીસ: ઉત્તર ગુજરાતનો કુખ્યાત બુટલેગર અમીરગઢથી ઝડપાયો

બનાસકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે કુખ્યાત થયેલો આરોપી ઝડપાઇ જતા પોલીસને અનેક ગુનાઓની કડીઓ મળે તેમ છે. જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન પૈકી સોમવારે અમીરગઢ પોલીસે જાણે સર્જીકલ સ્ટ્રાઇક કરી હોય તેમ બુટલેગરને ઝડપી મોટી સફળતા મેળવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બુટલેગર આશુ અગ્રવાલ સામે અનેક ગુનાઓ દાખલ થયા હોઇ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન માટે અગાઉ નોંધાયેલ ગુના ઉકેલાઇ તેવી સંભાવના છે.