આપઘાત@સુરત: આર્થિક ભીંસ વચ્ચે રત્નકલાકારે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં રત્નકલાકારનું કોરોનાને કારણે કારખાનું બંધ રહ્યુ હતું અને ઘર મોર્ગેજ કરી લીધેલી લોનના હપ્તા ચઢી જતા આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો. તેના પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિંગ તાણ અનુભવતા સરથાણાના રત્નકલાકારે બેડ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુરતમાં કોરોનાને લઈને પહેલા લૉકડાઉન અને ત્યાર બાદ ઉધોગો શરુ
 
આપઘાત@સુરત: આર્થિક ભીંસ વચ્ચે રત્નકલાકારે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં રત્નકલાકારનું કોરોનાને કારણે કારખાનું બંધ રહ્યુ હતું અને ઘર મોર્ગેજ કરી લીધેલી લોનના હપ્તા ચઢી જતા આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો. તેના પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિંગ તાણ અનુભવતા સરથાણાના રત્નકલાકારે બેડ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુરતમાં કોરોનાને લઈને પહેલા લૉકડાઉન અને ત્યાર બાદ ઉધોગો શરુ થયા પણ સક્ર્મણને કારણે હીરા ઉધોગ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઈને અનેક રત્નકલાકર હાલમાં બેકાર બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના વાતની અને હાલમાં સુરતના સાર્થના વિસરતાર આવેલા પ્રમુખ છાયા સોસાયટીમાં ઘર નં. એ/57માં રહેતા અને રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હરેશ ગોરધન સાવલીયા લોકડાઉન ને બન્યા હતા. સાથે સાથે પોતાના ઘર પર હરેશ ભાઈએ મોર્ગેજ કરી રૂા. 80 હજારની લોન લીધી હતી. લૉકડાઉનમાં કારખાના બંધ રહેતા લોનના હપ્તા ભરી શક્યા ન હતા અને પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ મુશકેલ ભર્યુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણ અનુભવી રહેલા રત્નકલાકાર ગતરોજ પોતાના ઘરે હતા તે સમયે સતત માનસિંગ તાણને લઈને આવેશમાં આવી જઈને, માથામાં દુખાવો થાય છે એમ પત્નીને કહીને પોતાના બેડરૂમમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા.