આપઘાત@અમદાવાદઃ પિતાના ગોડાઉનમાં 22 વર્ષીય છોકરીએ ગળે ફાંસો ખાધો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદરમાં એક કૉલેજીયન યુવતીએ આપઘાત કરી લીધો છે. જોકે, પરિવારના લોકોએ તેમની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે નારણપુરામાં રહેતી અને બી.કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય દામિની મિશ્રાએ રવિવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દામિની મિશ્રા પરિવાર સાથે ગૌતમ નગરમાં
 
આપઘાત@અમદાવાદઃ પિતાના ગોડાઉનમાં 22 વર્ષીય છોકરીએ ગળે ફાંસો ખાધો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદરમાં એક કૉલેજીયન યુવતીએ આપઘાત કરી લીધો છે. જોકે, પરિવારના લોકોએ તેમની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે નારણપુરામાં રહેતી અને બી.કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય દામિની મિશ્રાએ રવિવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દામિની મિશ્રા પરિવાર સાથે ગૌતમ નગરમાં રહેતી હતી.

મળતી માહિતી પ્રમાણે દામિની મિશ્રાએ તેના પિતા મહેન્દ્ર મિશ્રાના ગોડાઉમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પિતાનું ગોડાઉન તેના ઘરની સામે જ આવેલું છે. એવી માહિતી મળી છે કે, પિતાએ દીકરી દામિનીને તેમના ગોડાઉનમાં કોઈ વસ્તુ લેવા મોકલી હતી. લાંબા સમય સુધી દીકરી પરત ન ફરતા પિતા ગોડાઉનમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા દીકરી દુપટ્ટા વડે ફાંસો લગાવીને લટકી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે વાડલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દામિની મિશ્રાએ આપઘાત પહેલા સોશિયલ મીડિયા એટલે કે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સંદેશ મૂક્યો હતો. આ સંદેશ એવો હતો કે, “Want to die with Memories, not Dreams…”. (હું યાદો સાથે મરવા માંગું છું, સપનાઓ સાથે નહીં.) જોકે, આ સંદેશ તેણે આપઘાત પહેલા જ પોસ્ટ કર્યો હતો કે પછી તેણે પોતાના સ્ટેટસમાં આ સંદેશ ઘણા દિવસોથી મૂકી રાખ્યો હતો તે જાણવા મળ્યું નથી. આપઘાત બાદ વાડલ પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. સોશિયલ મીડિયા પર સંદેશો મૂકવા આવ્યો હોવાથી પોલીસ આ કેસનો ઉકેલવા માટે સાઇબર નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે.

આપઘાત@અમદાવાદઃ પિતાના ગોડાઉનમાં 22 વર્ષીય છોકરીએ ગળે ફાંસો ખાધો
file photo

ગોડાઉમાંથી દીકરીનો મૃતદેહ મળ્યા બાદ પરિવારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે કે દામિનીની હત્યા કરવામાં આવી છે. પરંતુ પોલીસનું કહેવું હતું કે આ બનાવ આપઘાતનો હોવાની આશંકા છે. પોલીસનું કહેવું હતું કે દામિનીના પિતા સર્જીકલની વસ્તુઓ બનાવે છે. દામિની બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કૉલેજ ખાતે કોઈ સાથે ઝઘડો થયો હતો કે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.