આપઘાત@ભિલોડા: મહામારીમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારી વચ્ચે ભિલોડા તાલુકાના ગામે આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાને લઇ ભિલોડા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
આપઘાત@ભિલોડા: મહામારીમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે ભિલોડા તાલુકાના ગામે આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાને લઇ ભિલોડા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મઉં ટાંડા ગામના 22 વર્ષીય યુવાને નારણ ગુલાબભાઇ વણઝારાએ અગમ્ય કારણોસર ઘરમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. જુવાન દિકરાએ આમ અચાનક જીવન ટુંકાવી દેતા પરિવારજનોમાં ભારે કલ્પાંત સર્જાયો હતો. યુવકે આત્મહત્યા કરી લેતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.