આપઘાત@ડીસા: 16 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા શહેરમાં આજે એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરી લીધો હોવાની વાત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
 
આપઘાત@ડીસા: 16 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા શહેરમાં આજે એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરી લીધો હોવાની વાત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાહેરાત

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં એક આશાસ્પદ યુવકને અગમ્ય કારણોસર જીવન ટુંકાવી દેતાં હડકંપ મચી ગયો છે. શહેરની સિંધી કોલોની વિસ્તારમાં રહેતાં મહેશ પોપટલાલ ગોહિલ નામના 16 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.