આપધાત@ડીસા: 18 વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, કિશોર નાયક કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. આજે બપોરના સમયે યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈ સ્થાનિકો સહીત આસપાસના લોકો ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે મૃતક યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે
 
આપધાત@ડીસા: 18 વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, કિશોર નાયક

કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. આજે બપોરના સમયે યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈ સ્થાનિકો સહીત આસપાસના લોકો ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે મૃતક યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરગજ (ગાયકવાડ) ગામે આજે 18 વર્ષિય આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ પરિવારજનોના માથે આભ ફાટી પડ્યો જેવી સ્થિતી સર્જાઈ છે. ઘટનાને લઈ સ્થાનિકો સહીત લોકો ભેગા થઇ ગયા બાદ પોલીસને જાણ કરાઇ હતી. ડીસા તાલુકા પોલીસે યુવતીની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું છે, કોરોના મહામારી વચ્ચે દરરોજ ગુજરાતમાં આત્મહત્યાના બનાવો સામે આવતા રહ્યા છે. જેમાં કોરોના વચ્ચે આર્થિક તંગી કે અન્ય કોઈ કારણસર લોકોએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટનાઓ સામે આવેલી છે. જોકે ડીસા મા આજે આશાસ્પદ યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે યુવતીએ આત્મહત્યા કેમ કરી તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ પોતાની વહાલસોયી દીકરીને ગુમાવનાર પરિવારજનો ઘેર શોકમાં ગરકાવ થઈ ગયા છે.