આપઘાત@ઇડર: ભાગીદારની પૈસાની માંગણીથી ત્રાસીને વેપારીએ જીવન ટુંકાવ્યું, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરમાં રહેતાં વેપારીએ ભાગીદાર સહિતના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મૃતકના પિતાએ ત્રણ ઇસમોના નામવોગ ફરીયાદ નોંધાવી છે. પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક વેપારીએ ભાગીદારીમાં દુકાન ખરીદ્યા બાદ નુકશાન જતાં ધંધો બંધ કર્યો હતો. જોકે ઇસમે નુકશાનીના પૈસાની સામે ભાગીદારીની દુકાન પડાવી લીધા
 
આપઘાત@ઇડર: ભાગીદારની પૈસાની માંગણીથી ત્રાસીને વેપારીએ જીવન ટુંકાવ્યું, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરમાં રહેતાં વેપારીએ ભાગીદાર સહિતના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મૃતકના પિતાએ ત્રણ ઇસમોના નામવોગ ફરીયાદ નોંધાવી છે. પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક વેપારીએ ભાગીદારીમાં દુકાન ખરીદ્યા બાદ નુકશાન જતાં ધંધો બંધ કર્યો હતો. જોકે ઇસમે નુકશાનીના પૈસાની સામે ભાગીદારીની દુકાન પડાવી લીધા બાદ પણ 15 લાખની ઉઘરાણી ચાલુ રાખી હતી. જેથી વેપારીએ ઇસમોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર મામલે ઇડર પોલીસે ત્રણ ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં વેપારના આપઘાત કેસમાં ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. શહેરની તિરૂપતિ સોસાયટીમાં રહેતાં કુંદનસિંહ અદિપસિંહ રાઠોડ ડેરી પ્રોડક્ટ અને ઘરવખરી સામાનના ધંધા સાથે સંકળાયેલા હતા. ગત દિવસોએ તેઓએ ઇડરના લાલોડા ગામના યજ્ઞીતભાઇ જયંતિભાઇ પટેલ સાથે ભાગીદારીમાં એજન્સી ખોલી હતી. જે બાદમાં ભાગીદારીમાં ઇડર બાળેલા તળાવ વિસ્તારમાં દુકાન વેચાણ રાખેલ હતી. જે બાદમાં યજ્ઞીતભાઇએ પેઢીમાં નુકશાન બતાવી નુકશાની પેટે ભાગીદારીની દુકાન પોતે રાખી દીધી હોવાનો ફરીયાદમાં ઉલ્લખે કર્યો છે. જે બાદમાં બાકી નીકળતાં પૈસાની અવાર-નવાર ઉઘરાણી કરતાં વેપારીએ દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

આપઘાત@ઇડર: ભાગીદારની પૈસાની માંગણીથી ત્રાસીને વેપારીએ જીવન ટુંકાવ્યું, 3 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદ મુજબ યાજ્ઞીતભાઇ, જયંતિભાઇ અને પંકજભાઇએ ત્રણેક વર્ષથી અવાર-નવાર કુંદનસિંહ પાસે પૈસાની ઉઘરાણી કરતાં તમને કંટાળી આ પગલું ભર્યુ હતુ. કુંદનસિંહે ગઇકાલે સાંજના સમયે ઇડર-વાલાસણા રોડ ઉપર મસાલ પાટીયા નજીક દત્તાત્રેય આશ્રમે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બાદમાં સારવાર માટે ઇડર ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતાં રસ્તામાં જ તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પિતાએ ત્રણ ઇસમના નામજોગ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઇડર પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 306, 114 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.