આપઘાત@મોડાસા: પ્રેમાલાપ કરતાં પિતા જોઇ જતાં સગીરાએ જીંદગી ટૂકાવી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે પ્રેમી સાથે વાતો કરતી સગીરાને તેના પિતા જોઈ ગયા હતા. પિતાની લાગણી દુભાવી હોવાનું મનમાં લાગી આવતા કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. જેનાથી પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે. મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે 16 વર્ષીય સગીરાને ગામના જ યુવક સાથે આંખ મળી ગઈ હતી. બંને અવાર નવાર
 
આપઘાત@મોડાસા: પ્રેમાલાપ કરતાં પિતા જોઇ જતાં સગીરાએ જીંદગી ટૂકાવી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે પ્રેમી સાથે વાતો કરતી સગીરાને તેના પિતા જોઈ ગયા હતા. પિતાની લાગણી દુભાવી હોવાનું મનમાં લાગી આવતા કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. જેનાથી પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે.

મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે 16 વર્ષીય સગીરાને ગામના જ યુવક સાથે આંખ મળી ગઈ હતી. બંને અવાર નવાર મળતા પણ હતા. આ દરમિયાન શુક્રવારે સગીરાનો પ્રેમી ખેતરે પહોંચી ગયો હતો. અચાનક સગીરાના પિતા ખેતરમાં આવી જતાં બંને વાતો કરતા આબાદ ઝડપાઇ ગયા હતા. પિતાને જોઇ સગીરા ગભરાઈ ગઈ અને સાથે મનમાં લાગી આવ્યું હતું. પોતાની ભૂલ હોવાનું માની પિતા અને પ્રેમીની ગેરહાજરીમાં ખેતર નજીકના કુવામાં ઝંપલાવી દીધું હતું. સગીર વયે જિંદગી ટૂંકાવી દેતા પરિવારજનો ચોંકી ગયા છે.

સમગ્રઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલી ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.