આપઘાત@નવસારી: KBCના નામે 1.39 લાખની ઠગાઇ થતાં યુવાને મોતને વ્હાલું કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાન નિરલ રાઠોડને એક ફોન આવ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યુ હતું કે તમે સોશિયલ મીડિયામાં હોવાથી કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂપિયા 25 લાખનું ઇનામ લાગ્યું છે. સામેના વ્યક્તિએ પોતાની ઓળખ અરુણ તરીકે આપી હતી. અને આ ઇનામ બાબતે તમે કોઈ જાહેરાત કરશો
 
આપઘાત@નવસારી: KBCના નામે 1.39 લાખની ઠગાઇ થતાં યુવાને મોતને વ્હાલું કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાન નિરલ રાઠોડને એક ફોન આવ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યુ હતું કે તમે સોશિયલ મીડિયામાં હોવાથી કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂપિયા 25 લાખનું ઇનામ લાગ્યું છે. સામેના વ્યક્તિએ પોતાની ઓળખ અરુણ તરીકે આપી હતી. અને આ ઇનામ બાબતે તમે કોઈ જાહેરાત કરશો નહીં અને જાણ કરશો તો તમારો નંબર બંધ કરી કોઇ તેમના નામે કરાવી લેશે અને આ ઇનામની રકમ તેમના ખાતામાં જમા થશે, જેથી આ વાત કોઈને કહેતા નહીં, એમ જણાવી વિશ્વાસમાં લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

KBCના નામે 25 લાખ જીત્યા છો એમ અજાણ્યા લોકોએ ફોન પર વાતચીત કરીને ફોટા અને દસ્તાવેજો મગાવીને વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું સરકારી પ્રમાણપત્ર બનાવી આપીને ટેક્સના નામે નાણાંની ઉઘરાણી ફોન પર ચાલુ કરી હતી, જેમાં આ યુવાને ટુકડે-ટુકડે અને લોકો પાસે ઉધાર માંગી રૂપિયા 1 લાખ 39 હજાર જેટલી માતબર રકમ અરૂણ ગોબિંદ નામની વ્યક્તિના ખાતામાં ઓનલાઇન ભર્યા હતા. જેકપોટનાં નાણાં જમા ન થતાં નાણાભીડમાં આવી અંતે 22 વર્ષના નિરલ રાઠોડે જીવન ટૂંકાવ્યું હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.