આત્મહત્યા@પાટણ : સિધ્ધપુરમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ

અટલ સમાચાર, મહેસાણા સિધ્ધપુર પસવાદળ પોળ પાસે નદીના કાંઠે આવેલ ઝાડીઓમાં એક ઝાડ નીચે પ્રેમીપંખીડાએ કોઈ અગમ્ય કારણોસર રસ્સા વડે ગળાટુંપો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સિધ્ધપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિધ્ધપુર પસવાદળ પોળ પાસે સરસ્વતી નદીના કાંઠે આવેલ ઝાડીઓમાં પ્રેમીપંખીડાઓએ સાથે જીવન મરણના કોલ આપ્યા હોય તેમ
 
આત્મહત્યા@પાટણ : સિધ્ધપુરમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ

અટલ સમાચાર, મહેસાણા

સિધ્ધપુર પસવાદળ પોળ પાસે નદીના કાંઠે આવેલ ઝાડીઓમાં એક ઝાડ નીચે પ્રેમીપંખીડાએ કોઈ અગમ્ય કારણોસર રસ્સા વડે ગળાટુંપો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સિધ્ધપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સિધ્ધપુર પસવાદળ પોળ પાસે સરસ્વતી નદીના કાંઠે આવેલ ઝાડીઓમાં પ્રેમીપંખીડાઓએ સાથે જીવન મરણના કોલ આપ્યા હોય તેમ એક સાથે રસ્સા વડે ઝાડ સાથે બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટયા હતા. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી.

આ પ્રેમીપંખીડામાં યુવક લુખાસણ ગામનો કોલેજ કરતો યુવક હિતેશ નટવરભાઈ પરમાર હોવાનું તથા છોકરી કિંજલ પ્રકાશભાઈ પટણી હોવાનું ખુલ્યું છે. જોકે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. પરંતુ મરણ જનાર પ્રેમીપંખીડાએ એક જ ટાઈપના લાલ કલરના ટી શર્ટ તેમજ કાળા કલરની પેન્ટ પહેરી સાથે જીવવા મરવાના સોગંધ ખાઈ ઝાડ નીચે ગળા ટુંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.