આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં વેડરોડ વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો લગાવી મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું. અટલ
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં વેડરોડ વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો લગાવી મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. ચોક બજાર પોલીસે જણાવ્યું હતું કે, ઘટના આજે બપોરે બની હતી. 16 વર્ષીય ખુશ્બુ ક્રિપા શકર ઉપાધ્યાય ધોરણ-11 ની વિદ્યાર્થીની હતી. ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પરિવાર સ્મીમેર હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાઈ હતી. વધુમા જણાવ્યું હતું કે ખુશ્બુને એક નાનો ભાઈ છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લગાડી ખુશ્બુએ આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.