આપઘાત@સુરત: પ્રેમી સાથે સગાઇ તોડ્યા બાદ યુવતિએ ગળેફાંસો ખાઇ લીધો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં આશાસ્પદ યુવતિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સવારના સમયે પિતાએ તેને ફોન કરતાં દીકરીએ ફોન નહિ ઉપાડતાં પિતાએ ઘર તોડી પ્રવેશ કરતાં ચોંકી ઉઠ્યા હતા. પોતાની વ્હાલસોયી દીકરી લટકતી હાલતમાં મળી આવતાં પરિવારજનો માથે આભ ફાટી પડ્યુ
 
આપઘાત@સુરત: પ્રેમી સાથે સગાઇ તોડ્યા બાદ યુવતિએ ગળેફાંસો ખાઇ લીધો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં આશાસ્પદ યુવતિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સવારના સમયે પિતાએ તેને ફોન કરતાં દીકરીએ ફોન નહિ ઉપાડતાં પિતાએ ઘર તોડી પ્રવેશ કરતાં ચોંકી ઉઠ્યા હતા. પોતાની વ્હાલસોયી દીકરી લટકતી હાલતમાં મળી આવતાં પરિવારજનો માથે આભ ફાટી પડ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ઈશ્વરકૃપા એપાર્ટમેન્ટમાં ફાલ્ગુની પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા મશીન ઓપરેટર છે અને ફાલ્ગુની બ્યુટીપાર્લરના કામકાજ સાથે સંકળાયેલી હતી. આ દરમ્યાન ગતરોજ માતા-પિતા અને ભાઈ નોકરી પર ગયા હતા. જેથી ફાલ્ગુની ઘરે હતી અને હોલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાએ ફોન કરતા દીકરીએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો પણ ન ખોલતા તોડી પ્રવેશ કરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. જ્યારે પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મૃતક યુવતિના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, ફાલ્ગુની એક એન્જિનિયર યુવકને પ્રેમ કરતી હતી. જેથી બંનેની સગાઈ કરાવી દીધી હતી. જોકે, એક મહિના પહેલા પ્રેમ કર્યા બાદ વારંવાર ઝઘડાથી કંટાળી બંનેએ સગાઈ તોડી નાખી હતી. જેની જાણ પરિવારને પણ કરી ન હતી. પરંતુ પરિવાર પણ બંનેના નિર્ણયથી કશું બોલ્યો ન હતો. સગાઈ તોડ્યા બાદ ફાલ્ગુની એક મહિનાથી માનસિક તણાવમાં રહેતી હતી અને ગતરોજ અંતિમ પગલું ભરી લીધું હતું.