આપઘાત@સુરત: દીકરાના અભ્યાસ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીએ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ઑનલાઇન અભ્યાસના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સુરતના પીપલોદમાં રહેતી એક પરીણિતાને લાગી આવ્યું હતું. જેના કારણે તેણે ફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે. પત્નીના આપઘાતના કારણે પતિને આઘાત પહોંચ્યો તો એક બાળક નિરાધાર બન્યો. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીના ખરાબ અક્ષરોનો ટોણો મારતા પોતે જ દીકરાને ઑનલાઇન અભ્યાસ
 
આપઘાત@સુરત: દીકરાના અભ્યાસ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીએ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ઑનલાઇન અભ્યાસના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સુરતના પીપલોદમાં રહેતી એક પરીણિતાને લાગી આવ્યું હતું. જેના કારણે તેણે ફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે. પત્નીના આપઘાતના કારણે પતિને આઘાત પહોંચ્યો તો એક બાળક નિરાધાર બન્યો. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીના ખરાબ અક્ષરોનો ટોણો મારતા પોતે જ દીકરાને ઑનલાઇન અભ્યાસ કરાવશે તેવું કહેતા મામલો બીચક્યો હોવાની આશંકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પીપલોદ ખાતે આવેલ તિરૂપતિ નગર ખાતે રહેતા અને જમીન લે-વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ શાહ પરિવાર સાથે રહે છે જીગ્નેશ લગ્નજીવન દરમિયાન એક પૂત્રનો જન્મ થયો છે. જોકે પુત્ર પીપલોદ વિસ્તરની એક ખાનગી શાળામાં ધોરણ પહેલા અભ્યાસ કરે છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે તેમના બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવવો પડે છે. જોકે પત્ની માનસીબેન બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવતી હતી. પણ માનસીબેનના અક્ષર સારા નહિ હોવા સાથે લેશન લખતા હતા તેમાં વધારે સુધારા કરવા પડતાં હતા. જેને લઈને પતિ જીગ્નેશભાઈએ પત્ની માનસીને બાળકને અભ્યાસ ન કરવા માટે કહ્યું હતું અને પોતે બાળકને અભ્યાસ કરાવશે તેવું કહેતાંની સાથે માનસી બહેનને આ વાતનું માઠું લાગી આવ્યુ હતું.

આ બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડો પણ થયો હતો. જેને લઈને પત્ની માનસી બહેન આ વાતનું ખોટું લાગી આવતા પોતાના મકાન ત્રીજા મળે આવેલ મંદિર વાળી રૂમમાં જઈને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટનાની જાણકારી પતિ જીગ્નેશભાઈને મળતા તે આ મામલે તાત્કાલિક ઉંમર પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવવાળી જગ્યાપર દોડી આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.